તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દુષ્કર્મનો આરોપી તબીબ પાકિસ્તાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મનો આરોપી તબીબ પાકિસ્તાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર,અમદાવાદ વચ્ચે ભાટ ગામ પાસે આવેલી એપોલો હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવાર માટે દાખલ થયેલી 19 વર્ષિય યુવતિ પર તબીબ અને સર્વન્ટ દ્વારા દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં આરોપી તબીબ પાકિસ્તાની હોવાનું અને વર્ક રેસિડેન્સીયલ પરમીટ પર ભારત આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બન્ને આરોપીને કોર્ટમાંથી રિમાન્ડ પર મેળવવા સાથે તેમના ડીએનએ સેમ્પલ પણ મેળવ્યા છે. દરમિયાન જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે કે આરોપીના ગુના સંબંધે પાકિસ્તાન એમ્બેસીને જાણ કરાશે. પરંતુ તેના સામે તમામ કાર્યવાહી કાયદા પ્રમાણે કરાશે. તબીબનો ભાઇ પણ અહીં આવ્યો છે અને અમદાવાદમાં દરજી કામ કરે છે....અનુસંધાન પાનાં નં.17

બહુચર્ચિત એપોલો દુષ્કર્મ કાંડમાં પોલીસ હીરાસતમાં રહેલો ડૉ. રમેશ ચૌહાણ પાકિસ્તાની નાગરિક હોવાથી કયા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. તેવા સવાલના જવાબમાં એસપી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું કે આરોપી હાલ ભારતમાં રહે છે અને ભારતમાં ગુનો આચર્યો છે ત્યારે ભારતીય કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. મામલે પહેલા ગૃહ વિભાગને જાણ કરાશે. ત્યારબાદ પાકિસ્તાની એમ્બેસીને જાણ કરવામાં પણ આવશે. રેપ કેસનો આરોપી ડૉ. રમેશ ચૌહાણ ત્રણ વર્ષની વર્ક રેસીડેન્સ પરમીટ લઇને ગુજરાતમા પ્રથમ વખત આવ્યો છે. જેની પરમીટ વર્ષ 2017માં પૂર્ણ થાય છે. કુબેરનગરમા પોતાના ભાઇ સાથે રહે છે અને તેનો ભાઇ દરજી કામ કરે છે.

ગત મંગળવારે સાંજે એપોલો હોસ્પિટલના તબીબ અને સર્વન્ટ દ્વારા હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી યુવતિ પર રેપ કરવામાં આવ્યો હતો. પોલીસે પિડીતાના પરિવારજનોની ફરિયાદના પગલે ગુનો નોંધી અડાલજ પોલીસે બંને આરોપીઓની ગુરુવારે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજુ કરવામાં આવતાં મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યા હતાં. બંને આરોપીઓનું સુઘડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ચેક અપ કરાયું હતુ઼ં અને ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

આરોપી તબીબે પાકિસ્તાનમાં એમબીબીએસ કર્યુ છે

ગાંધીનગર | એપોલો હોસ્પિટલમાં દર્દી યુવતિ પર રેપ કરનાર ડૉ. રમેશ ચૌહાણ મૂળ પાકિસ્તાનનો વતની છે. આરોપી તબીબે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલી લીયાકત યુનિવર્સિટીમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવેલી છે અને વર્ષ 2014માં વર્ક રેસીડેન્સીયલ પરમીટ લઇને ગુજરાતમાં આવ્યો હતો.ગાંધીનગર એપોલો હોસ્પિટલનો મામલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો