તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાંચી ટેસ્ટમાં ભારતને પાર્ટ ટાઇમ સ્પિનરની ખોટ પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાંચી ટેસ્ટમાં ભારતને પાર્ટ ટાઇમ સ્પિનરની ખોટ પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંચીટેસ્ટ ફોર્મના સંદર્ભમાં બંને ટીમો તરફથી બેટ્સમેનો માટે શાનદાર રહી હતી. મેચના અંતિમ દિવસે ભારત પાસે વિજયની તમામ તક હતી પરંતુ ઓસ્ટ્રેલિયન યુવા બેટ્સમેનોએ લડાયક અભિગમ સાથે બેટિંગ કરીને મેચને ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. ભારતને કદાચ એક વધારાના સ્પિનરની ખોટ પડી હતી ખાસ કરીને ભારત પાસે હવે પાર્ટ ટાઇમ તરીકે સ્પિન બોલિંગ કરતા સેહવાગ કે સચિન નથી.

સ્ટિવ સ્મિથના આઉટ થયા બાદ પાંચમા દિવસના લંચ સુધી ભારત વિજય તરફ આગેકૂચ કરતું હતું. માર્શ તથા હેન્ડ્સકોમ્બને આઉટ નહીં કરી શકવાના કારણે કદાચ આપણે આપણા સ્પિનરની ટીકાઓ કરતા હોઇશું પરંતુ દબાણ હેઠળ બંનેએ શાનદાર બેટિંગ કરી હતી. કેટલાક ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો યુવા છે તેથી તેઓ ભવિષ્યના ઉપયોગી ખેલાડીઓ બની શકે છે.

ટેસ્ટ મેચ બેટિંગમાં ચેતેશ્વર પૂજારાએ તેનો માસ્ટર ક્લાસ પુરવાર કર્યો હતો. તેની પાસે શાનદર સ્ટાન્સ તથા ફુટવર્ક છે. તેનું ધ્યાન સંપુર્ણપણે બેટિંગ પર રહે છે અને તે હરીફ બોલર્સની રણનીતિને સારી રીતે સમજીને બેટિંગ કરે છે. કોહલીના આઉટ થયા બાદ તેણે દબદબા સાથે બેટિંગ કરી હતી. મને આશા છે કે છેલ્લી ટેસ્ટમાં પણ તે શાનદાર ફોર્મ જાળવી રાખશે.

ધર્મશાલા ખાતે બેટિંગ પિચ હોય તેવી પૂરી સંભાવના છે. છેલ્લી પાંચ ઇનિંગ્સથી નિષ્ફળ જઇ રહેલા કોહલી પર તમામની નજર રહેશે. શ્રેણી રોમાંચક બની ચૂકી છે અને નિર્ણાયક ટેસ્ટમાં સિરીઝ વિજેતાનો નિર્ણય થશે. ઓસ્ટ્રેલિયન ટીમ નબળી નથી અને તે યજમાન ટીમને છેલ્લા બોલ સુધી લડત આપશે તેમાં કોઇ શંકા નથી. (ગેમપ્લાન)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો