તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 15 વર્ષ અગાઉ બ્રિટિશ કોર્ટે એક મહિલાને ઇચ્છા મૃત્યુનો અધિકાર આપ્યો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 વર્ષ અગાઉ બ્રિટિશ કોર્ટે એક મહિલાને ઇચ્છા મૃત્યુનો અધિકાર આપ્યો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
2002- માં આજના દિવસે બ્રિટિશ કોર્ટે દેશના કાયદાથી પર જઇને એક મહિલાને ઇચ્છામૃત્યુનો અધિકાર આપ્યો હતો. 43 વર્ષની મહિલાના ગળાથી નીચે આખું શરીર લકવાગ્રસ્ત હતું, જેના કારણે તેણે સારવાર બંધ કરાવી મોત આપવાની માગ કરી હતી. જજ એલિઝાબેથ બટલર સ્લૌસે કહ્યું હતું કે મહિલાનું મગજ સંપૂર્ણ સ્વસ્થ છે. તેથી તેને નક્કી કરવાનો અધિકાર છે કે તે સારવાર ચાલુ રાખવા ઇચ્છે છે કે નહીં. જોકે, કોર્ટે મહિલાને એમ પણ કહ્યું કે તેણે તેના નિર્ણય અંગે ફેરવિચાર કરવો જોઇએ. પરંતુ મહિલા ઇચ્છામૃત્યુના નિર્ણય પર કાયમ રહી. ત્યાર બાદ ડૉક્ટરોએ મહિલાને વેન્ટિલેટર પરથી હટાવી લીધી. તેના એક મહિનામાં તેનું મોત થયું હતું. કોર્ટના આદેશાનુસાર મહિલાની ઓળખ ગુપ્ત રખાઇ. તેને ‘મિસિસ બી’ તરીકે ઓળખાવાઇ.

ખાસ |વિશ્વના 190થી વધુ દેશોમાં ઇચ્છામૃત્યુ કાનૂની ગુનો છે. તેમ કરવાનો પ્રયાસ કરનારને કે તેમને મદદ કરનારને આજીવન કેદ સુધીની સજા થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો