તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાક.ના કહેવાથી ભારત મિયાર પ્રોજેક્ટ રોકશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક.ના કહેવાથી ભારત મિયાર પ્રોજેક્ટ રોકશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોઅર કલનાઇ, પાકુલ દુલ પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા થશે

પાકિસ્તાને ભારતથી પાકિસ્તાન તરફ વહેતી નદીઓ રના પ્રોજેક્ટ્સની વિગતો પણ માગી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, બંને દેશો વચ્ચે પાકિસ્તાનમાં ચાલી રહેલી સિંધુ જળ પંચની બે દિવસની મંત્રણામાં મંગળવારે બંને દેશોના સિંધુ જળ કમિશનરોની બેઠકમાં મુદ્દાઓ અંગે સહમતિ સધાઇ છે. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પી. કે. સક્સેના અને પાક.નું નેતૃત્વ મિર્ઝા આસિફ બેગે કર્યું.

મિયારપ્રોજેક્ટનો શું વિવાદ હતોω

જિયોન્યૂઝે મિર્ઝા આસિફ બેગને ટાંકીને કહ્યું કે ભારત હવે મિયાર પ્રોજેક્ટની નવી ડિઝાઇન બનાવી પાક.ને તેની વિગતો આપશે. ત્યાં સુધી પ્રોજેક્ટનું કામ અટકાવી દેવાશે. પ્રોજેક્ટ હિમાચલના લાહૌલ સ્પીતિ જિલ્લામાં છે. પાક.એ તેની ડિઝાઇન સામે વાંધો ઊઠાવ્યો હતો.

કિશનગંગા મુદ્દે 11 એપ્રિલે મંત્રણા

પાક.નાઊર્જા મંત્રીએ જણાવ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી મંત્રણા 11, 12 અને 13 એપ્રિલે વોશિંગ્ટનમાં થશે. વર્લ્ડ બેન્ક અને અમેરિકાની મધ્યસ્થી હેઠળ મંત્રણા થશે. જેમાં કિશનગંગા અને રૈટલ જળવિદ્યુત યોજનાઓ અંગે વિચારવિમર્શ થશે.

પાક.116 પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી ચૂક્યું છે

સિંધુજળ સંધિ થયા બાદ ભારતના 116 પ્રોજેક્ટનું પાક. નિરીક્ષણ કરી ચૂક્યું છે. પાક.ના ઊર્જા મંત્રીએ કહ્યું કે હજુ પણ જે યોજનાઓથી પાક.ને નુકસાન થતું હશે તેમની ડિઝાઇન જોઇશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો