તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ફાળકે એવૉર્ડથી વંચિત ફિલ્મનિર્માતાઓ વિશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાળકે એવૉર્ડથી વંચિત ફિલ્મનિર્માતાઓ વિશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્મેન્દ્રે લાંબી ઈનિંગ રમી છે અને પોતાના ટોચના દિવસોમાં નાના નિર્માતાઓની ફિલ્મમાં અભિનય કર્યો છે. તેમના સમકાલીન અને તેમનાથી ઉતરતા અભિનેતાઓને ચિક્કાર પુરસ્કારો મળ્યા છે. તેમને સૌથી ઓછા પુરસ્કાર મળ્યા છે. તેમણે ફિલ્મ નિર્માણમાં રોકાણ કર્યું અને ‘હરે રામા હરે કૃષ્ણ’ પરિસર નજીક દરિયાકિનારે તેમનું સની ડબિંગ થિયેટર દાયકાઓથી ચાલે છે. આજે પણ ફિલ્મના શૂટિંગ બાદના તમામ ટેક્નિકલ કામ તેમના સની સ્ટૂડિયોમાં થાય છે. ટૂંકમાં પંજાબના પિંડ ફગવાડાથી આવેલા શિક્ષકપુત્રએ ફિલ્મોમાંથી થયેલી આવકના એક અંશનું ઉદ્યોગમાં પણ રોકાણ કર્યું છે. તેમના સમકાલીન અને તેમનાથી વધારે કમાનારા અમિતાભ બચ્ચને ફિલ્મ ઉદ્યોગ સિવાયના અન્ય ઉદ્યોગોમાં મૂડી રોકાણ કર્યું છે અને રિલાયન્સની જેમ અનેક કંપનીઓના બ્લ્યૂ ચિપ શેર તેમણે ખરીદ્યા છે. ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટાર અશોક કુમારે તેમને પ્રથમ તક આપનારી કંપની બૉમ્બે ટૉકીઝને તેના આર્થિક સંકટના દોરમાં બચાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા. પૃથ્વીરાજ કપૂરે અભિનય થકી કમાયેલા પૈસા રંગમંચ પર લગાવ્યા અને પોતાના શક્તિથી 17 વર્ષ સુધી ભારતના વિવિધ શહેરોમાં જઈને નાટક રજૂ કર્યા. શશિ કપૂર અને તેમની પત્ની જેનિફર કેન્ડલે પણ જુહૂમાં પૃથ્વી થિયેટરની સ્થાપના કરી, જેમાં વેચાયેલી ટિકિટના વીસ ટકા ભાડુ લેવામાં આવે છે, જેને કારણે નાટક મંચિત કરનારી કોઈ પણ સંસ્થાને ક્યારેય નુકસાન નથી થતું. પરિસરની કેન્ટીનમાં સ્વાદિષ્ટ ભોજન પડતર કિંમતે વેચાય છે અને સંઘર્ષ કરનારા કલાકાર ઘણી વખત ત્યાં આવીને ભોજન કરે છે.

સર્વકાલિન મહાન અભિનેતા મોતીલાલે પણ પોતાની બધી કમાણીનું રોકાણ કરીને ‘છોટી છોટી બાતેં’નામના સહેતુક મનોરંજનની રચના કરી હતી, જેમાં તેમને ઘણું નુકસાન થયું. દુર્ગા ખોટે, શોભના સમર્થ અને લીલા ચિટણિસે પણ ફિલ્મ નિર્માણમાં પૈસા રોક્યા છે. આજે પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા ફિલ્મ નિર્માણમાં સક્રિય છે. અનુશ્કા શર્માની ‘એનએચ ટેન’ સાર્થક સફળ ફિલ્મ હતી અને હવે ‘ફિલ્લૌરી’ પ્રદર્શિત થવા જઈ રહી છે.‘મુગલ-એ-આઝમ’ના ફિલ્મકાર કે. આસિફે ક્યારેય કાર નથી ખરીદી, આખી જિંદગી ટેક્સી તથા લોકલ ટ્રેનમાં મુસાફરી કરી. સારાંશ છે કે મોટા ભાગના માણસો પોતાના ઉદ્યોગને છોડની જેમ સીંચે છે. દુ:ખની વાત છે કે નેતા પોતાના ચૂંટાયેલા ક્ષેત્રમાં પણ પોતે પૈસા રોકીનો કોઈ ઉદ્યોગ ઊભો નથી કરતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો