તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘નગરવધુ’ નદીઓને ફરી ‘લોકમાતા’નો દરજ્જો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘નગરવધુ’ નદીઓને ફરી ‘લોકમાતા’નો દરજ્જો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝીલેન્ડના માઓરી આદિવાસીઓ 140 વર્ષથી એક નદીને પોતાના પૂર્વજ તરીકે સ્થાપિત કરવા અને તે નદીને જીવતાજાગતા મનુષ્ય જેવો દરજ્જો આપવા કોશિશ કરી રહ્યા હતા. આખરે તેમના પ્રયત્ન ફળ્યા અને ગયા સપ્તાહે અદાલતે નદીને ‘માણસ’ ગણવાનો ચુકાદો આપ્યો. (અગાઉ એક નેશનલ પાર્કને પણ આવો દરજ્જો આપવામાં આવ્યો હતો.) ન્યૂઝીલેન્ડના માઓરી આદિવાસીઓ પોતાને પહાડ, નદી અને દરિયાની સમકક્ષ, સૃષ્ટિનો એક ભાગ ગણે છે. કહેવાતા સુધરેલા માણસોની જેમ તે પોતાને જગતના માલિક માનતા નથી. નદીને થયેલા નુકસાન પેટે ન્યૂઝીલેન્ડની સરકારે રાષ્ટ્રીય ચલણમાં 8 કરોડ પાઉન્ડ ચૂકવવાનું અને નદીના નવા કાનૂની દરજ્જાના નિભાવ પેટે 10 લાખ પાઉન્ડ ચૂકવવાનું કબૂલ્યું છે.

નદીને મનુષ્યનો દરજ્જો આપવાથી નદીના માનવહક ઉભા થાય છે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર બને છે. વહેતી નદીનું પાણી મધુર સંગીત પેદા કરી શકે, પણ તેના હકની રજૂઆત કરવા માટે કે તેની પર અત્યાચારની ફરિયાદ માટે માણસ હોવા જોઈએ. તેના માટે ન્યૂઝીલેન્ડ સરકારે એક સરકારી અને એક આદિવાસી એમ બે પ્રતિનિધિ નીમ્યા. સમાચાર આવ્યા ત્યારે નદીનો મહિમા સમજતા અને પર્યાવરણનું મહત્ત્વ સ્વીકારતા સૌને આનંદની સાથે એવો વિચાર આવ્યો હશે કે ભારતમાં આવો દિવસ ક્યારે આવશે? પણ સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે ગઈ કાલે ઉત્તરાખંડની વડી અદાલતે ગંગા અને યમુના નદીઓને જીવંત વ્યક્તિનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. અદાલતે ગંગા, જમુના, તેના વિવિધ ફાંટા અને પેટાનદીઓને જીવંત વ્યક્તિનો કાનૂની દરજ્જો આપ્યો છે. આવો ઐતિહાસિક ચુકાદો નદીઓના રક્ષણ-જાળવણી માટે અને લોકોની તેમની પરની શ્રદ્ધા ટકી રહે માટે અપાયો હોવાનું અદાલતે જણાવ્યું છે.

ગંગા નદી હિંદુ આસ્થાળુઓ માટે સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે. પરંતુ વર્ષોથી બીજી ઘણી નદીઓની જેમ ગંગા નદી પણ આડેધડ આક્રમણોનો ભોગ બની છે નદીઓમાં ઠલવાતાં રસાયણોથી માંડીને નદીના પટમાં ને કિનારે થતું રેતીનું ઉત્ખનન, નદીકાંઠે થતાં આડેધડ બાંધકામ - આવી અનેક ગતિવિધિઓને લીધે નદીઓ ગટરગંગા બને છે અને તેના પર્યાવરણનો દાટ વળે છે. નદીને પવિત્ર ગણીને તેમાં થતી ધાર્મિક વિધિઓ નદીની ગંદકી વધારવામાં કારણભૂત બને છે. છતાં શ્રદ્ધાળુઓ તેના પાણીને પવિત્ર ગણવાનું ને તેને વધુ ને વધુ પ્રદૂષિત કરવાનું ચાલુ રાખે છે.

નદીઓનું મોટા ભાગનું પ્રદૂષણ આડેધડ વિકાસના નવા મોડેલનું પરિણામ હોવાથી સરકારો પણ નદીઓની સ્વચ્છતાની પરવા કરતી નથી. વખતે ઉત્તરાખંડ અદાલતનો આદેશ આવકાર્ય છે. અદાલતે નમામિ ગંગે પ્રોજેક્ટના ડાયરેક્ટર, રાજ્યના મુખ્ય સચિવ અને એડવોકેટ જનરલને નદીના પ્રતિનિધિ તરીકે નીમ્યા છે. તેમણે નદીનું ધ્યાન રાખવાનું રહેશે અને અદાલતનો ચુકાદો ફક્ત ફીલગુડ બની રહે તથા તેના હાર્દનો અમલ થાય તે પણ જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો