તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • IT ઓફિસર અને CAના બેંક ખાતાં અને લોકર ફ્રીજ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IT ઓફિસર અને CAના બેંક ખાતાં અને લોકર ફ્રીજ કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારે ઇન્કમટેક્સ ઓફીસમાં લાંચનો બીજો હપ્તો આઠ લાખ આપતી વખતે એસીબીએ છાપો માર્યો હતો. જોકે, દિનેશ મીણા અને અન્ય એક અજાણ્યો યુવક લાંચના આઠ લાખ લઇને ફરાર થઇ ગયા હતા. મામલે દાહોદ એસીબીએ ત્રણે સામે ગુનો દાખલ કર્યો હતો. IT ઓફિસર દિનેશના ભાડાના ઘર અને CAભરતકુમારના ઘર તેમજ ઓફિસે સર્ચ ઓપરેશન હાથ ધરતાં 13.40 લાખ રૂપિયાની અસ્કયામતો મળી હતી. ઝડપાઇ ગયેલા CA ભરતકુમાર અગ્રવાલના કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી એસીબીએ હવે તેમના નાણાકીય વ્યવહારો તરફ મીટ માંડી છે. દિનેશ મીના અને ભરતકુમાર અગ્રવાલના દાહોદ શહેરની કેટલી બેંકમાં એકાઉન્ટ છે તે અંગેની તપાસ એસીબી દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરાંત બંનેના જેટલી પણ બેંકો સાથે વ્યવહાર કરતા હતા તે બેંકોમાં આવેલા તેમના ખાતાં અને લોકર ફ્રીજ પણ ફ્રીજ કરવામાં આવશે.

IT અધિકારીને પકડવા 5 ટીમો બનાવાઇ

આઠલાખ રૂપિયા લઇને ફરાર થયેલા IT ઓફીસર દીનેશ મીના અને તેની સાથેના અજાણ્યા વ્યક્તિને પકડવા માટે પાંચ ટીમો બનાવાઇ હોવાની માહિતી મળી છે. દીનેશ મીના મૂળ રાજસ્થાનનો વતની છે .જ્યારે તેના પિતા મખનલાલ દિલ્હીમાંરહે છે. તમામ પાસાઓ વિચારીને ટીમો ગુજરાત રાજ્યના સંભવિત સ્થળો સાથે રાજસ્થાન અને દિલ્હી જવા રવાના થઇ છે.

કેટલી બેંકમાં ખાતાં અને લોકર છે તેની તપાસ કરાશે

ઘર, ઓફિસમાં સર્ચ બાદ હવે એસીબીની બેંકોમાં તપાસ

પરિવારના ખાતા તપાસાશે

દાહોદનાCA ભરતકુમાર અગ્રવાલના નાણાકિય વ્યવહારની તપાસના ભાગ રૂપે તેમના પત્ની અને સંતાનોના બેંક ખાતાની પણ તપાસ હાથ ધરાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

કેસ માથાનો દુખાવો બન્યો

કેસમાંતો લાંચ સ્વિકારનાર અને તેની સાથે નવો વ્યક્તિ લાંચ પેટે આપેલા પાવડર લગાવેલા ~8 લાખ લઇને ફરાર થઇ જતાં તેમની હવે તેમની ધરપકડ કરવાનો પકડાર સામે આવ્યો છે.

IT ઓફિસરના ટેબલથી પાવડરના નમૂના મળ્યા

એસીબીએ IT ઓફીસર દીનેશ મીનાની ઓફીસની તપાસ હાથ ધરી હતી. ત્યારે તેના ટેબલ ઉપરથી ફીનોલ્ફીન પાવડરના નમૂના મળી આવ્યા છે. છટકુ ગોઠવ્યા બાદ લાંચ આપાનારે રૂપિયા કાઢીને ટેબલ ઉપર મુક્યા હોવાથી નમૂના મળ્યા હતાં. એસીબીએ ટેબલ ઉપર પાણીનો છંટકાવ કરતાં ગુલાબી રંગ ઉપસી આવ્યો હતો. ઘટનાને રોકોર્ડ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે. પાવડર નરી આંખે જોવાતો નથી પરંતુ પાણી છાંટતાં ગુલાબી રંગ ઉપસી આવતાં આંગળાની છાપ જોઇ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો