• Gujarati News
  • National
  • વર્ષ 2017: રોકાણકારોની મૂડીમાં 25.58 લાખ કરોડનો જંગી ઉછાળો

વર્ષ 2017: રોકાણકારોની મૂડીમાં 25.58 લાખ કરોડનો જંગી ઉછાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેટલ અને રિયાલ્ટી ઇન્ડેક્સ પણ વર્ષની નવી ઊંચાઇએ આંબ્યા છે. છેલ્લા કેટલાંક દિવસોથી માર્કેટમાં સેન્સેક્સ, નિફ્ટી અને સેક્ટર સ્પેસિફિકને બાદ કરતાં ઓવરઓલ વોલ્યૂમ અને વધઘટ સંકડાઇ રહ્યા છે. ગુરુવારે જુલાઇ એફએન્ડઓ એક્સપાયરી પૂર્વે માર્કેટમાં આવેલો સુધારો માર્કેટ નિષ્ણાતોને સ્ટોપલોસ હાથવગો રાખવાના સંકેત સમાન લાગી રહ્યો છે. કારણકે સંખ્યાબંધ સેક્ટોરલમાં આજે વધઘટ સાવ સંકડાયેલી રહી હતી. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2861 પૈકી 1362 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1324 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ સાધારણ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતી સાથે સુધારાનું જણાય છે.

બેન્કેક્સઐતિહાસિક ટોચે: બેન્કેક્સઆજે 204.83 પોઇન્ટના ઉછાળા સાથે 27961.86 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 27997.51 પોઇન્ટની ઐતિહાસિક ટોચે આંબી ગયો હતો. પ્રોત્સાહક પરીણામો પાછળ યશ બેન્ક 6.10 ટકા ઉછળી રૂ. 1712.55 અને ઇન્ડસઇન્ડ બેન્ક 2.60 ટકા વધી રૂ. 1582.90ની સપાટીએ રહ્યા હતા. આઇસીઆઇસીઆઇ બેન્ક પણ 2.07 ટકા સુધર્યો હતો. જોકે ફેડરલ બેન્ક પરીણામના પગલે 3.57 ટકા તૂટ્યો હતો. એક્સિસ બેન્ક અને પીએનબીમાં પણ પરીણામની નકારાત્મક અસર જોવાઇ હતી.

નિફ્ટીની 21 વર્ષની ઐતિહાસિક ચાલ

તારીખ નિફ્ટી ટ્રેડિંગ

21-4-19961000 --

9-1-2004 2000 2047

30-1-2006 3000 517

1-12-2006 4000 213

27-9-2007 5000 205

1-11-2007 6000 25

12-5-2014 7000 1618

1-9-2014 8000 78

3-3-2014 9000 121

25-7-2017 10000 593

અન્ય સમાચારો પણ છે...