અદ્વિતીય, એકમેવ કલામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારો જન્મ રામેશ્વરમના એક મધ્યમ વર્ગના તમિલ પરિવારમાં થયો હતો. મારા પિતા જૈનુલ આબેદીને કોઈ શિક્ષણ મેળવ્યું હતું કે તેમની પાસે કોઈ ધન પણ હતું. આટલી મજબુરીઓ હોવા છતાં પણ તેમનો આત્મવિશ્વાસ મજબૂત હતો. મારી માતા જાણે કે મદદગાર હતી, આશિઅમ્મા. તેમનાં અનેક સંતાનોમાંથી હું પણ એક હતો. બુલંદ... એક નાની કાઠીનો સાધારણ ચહેરાવાળો છોકરો. અમારા પૈતૃક મકાનમાં અમે રહેતા હતા, જે 19મી સદીમાં બનેલું હતું. રામેશ્વરમની મસ્જિદ સ્ટ્રીટમાં ઘણું મજબૂત મકાન હતું. મારા પિતા દરેક પ્રકારની સુખ-સાહ્યબીથી દૂર રહેતા હતા, પરંતુ જરૂરિયાતની તમામ વસ્તુઓ હાજર હતી. સત્ય તો છે કે મારું બાળપણ અત્યંત સલામત હતું, પૈસે-ટકે અને લાગણીશીલ રીતે પણ, મટિરિયલી એન્ડ ઈમોશનલી.

રામેશવરમનું પ્રખ્યાત શિવ મંદિર અમારા ઘરથી માત્ર 10 મિનિટના અંતરે આવેલું હતું. અમારા વિસ્તારમાં મોટાભાગની વસ્તી મુસ્લિમોની હતી, તેમ છતાં ઘણાં હિન્દુઓનાં ઘર પણ હતા, જે ખુબ હળીમળીને પડોશમાં રહેતા હતા. અમારા વિસ્તારમાં એક મોટી જૂની મસ્જિદ હતી, જ્યાં મારા પિતા મને દરરોજ સાંજે નમાઝ પઢવા માટે લઈ જતા હતા. રામેશ્વરમ મંદિરના મોટા પુરોહિત પક્ષી લક્ષ્મણ શાસ્ત્રી મારા અબ્બાના પાકા મિત્ર હતા. બાળપણની યાદો મને હજુ પણ યાદ છે કે તેઓ પોત-પોતાના પારંપરિક વસ્ત્રોમાં બેસીને મોડી રાત સુધી વિવિધ મુદ્દા ચર્ચા કરતા રહેતા હતા. એક વખત મને જણાવ્યું હતું કે જ્યારે પણ મુસીબત આવે તો મુસિબતને સમજવાનો પ્રયાસ કરો. મુસીબતો તમારી જાતને સમજવાની તક આપે છે. મેં હંમેશાં મારા સાયન્સ અને ટેક્નોલોજીમાં અબ્બાજાનના નિયમોને અનુસરવાનો પ્રયાસ કર્યો છે. હું વાત પર વિશ્વાસ ધરાવું છું કે, અમારા સૌના ઉપર એક સર્વશક્તિમાન છે, એક મહાન શક્તિ છે, જે આપણને મુસીબત, નિરાશા અને નિષ્ફળતામાંથી બહાર લઈ જઈને સત્યના મુકામ સુધી લઈ જાય છે. હું લગભગ વર્ષનો હતો જ્યારે અબ્બાએ લાકડાની હોડી બનાવવાનો નિર્ણય લીધો હતો, જેમાં તેઓ મુસાફરોને રામેશ્વરમથી ધનુષકોડીની મુસાફરી કરાવી શકે, લઈ જાય અને પાછા લાવી શકે. તેઓ અમારા એક બીજા સંબંધી અહમદ જલાલુદ્દીનની સાથે સમુદ્રના કિનારા પર લાકડાં પાથરીને હોડીનું કામ કરતા હતા. ત્યાર બાદ તેમના લગ્ન મારી આપા ઝોહરા સાથે થયા છે. અહેમદ જલાલુદ્દીન જોકે, મારાથી 15 વર્ષ મોટા હતા, તેમ છતાં અમારી દોસ્તી જામી ગઈ હતી. અમે બંને દરરોજ સાંજે લાંબે સુધી ચાલવા જતા હતા. મસ્જિદ ગલીમાંથી નિકળીને અમારું પ્રથમ મુકામ શિવ મંદિર રહેતું હતું, જેની આસપાસ અમે એટલી શ્રદ્ધાથી પરિક્રમા કરતા હતા, જેટલી શ્રદ્ધા સાથે બહારથી આવેલા યાત્રીઓ કરતા હતા. જલાલુદ્દીન વધુ ભણી શક્યા નહીં. તેમના ઘરની સ્થિતિને કારણે. જોકે, હું જે યુગની વાત કરી રહ્ય છું દિવસોમાં અમારા વિસ્તારમાં તે એકમાત્ર વ્યક્તિ હતો, જે અંગ્રેજી લખવાનું જાણતો હતો. જલાલુદ્દીન હંમેશાં તાલીમપ્રાપ્ત, ભણેલા-ગણેલા લોકો અંગે વાતો કરતા હતા. વિજ્ઞાનની શોધો,મ ેડિસિન અને સમયે સાહિત્યનો ઉલ્લેખ કરતા હતા.

બીજા એક વ્યક્તિ, જેણે બાળપણમાં મને અત્યંત પ્રભાવિત કર્યો, તે મારા કઝિન હતા, મારા કાકાના દિકરા શમશુદ્દીન. તેમની પાસે રામેશ્વરમમાં અખબારો વહેંચવાનો કોન્ટ્રાક્ટ હતો અને બધું કામ એકલા કરતા હતા. દરરોજ સવારે અખબાર રામેશ્વરમ રેલવે સ્ટેશને ટ્રેન માર્ગે પહોંચતું હતું. વર્ષ 1939માં બીજું આલમગીર યુદ્ધ શરૂ થયું, બીજું વિશ્વ યુદ્ધ. સમયે હું આઠ વર્ષનો હતો. હિન્દુસ્તાનને સંયુક્ત સૈન્યમાં જોડાવું પડ્યું હતું. વધુ એક ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા થઈ હતી. સૌથી પ્રથમ દુર્ઘટના થઈ કે રામેશ્વરમ સ્ટેશન પર આવતી ટ્રેનને ઊભી રહેવાનું રદ્દ કરી દેવાયું. આથી અખબારોના પાર્સલ હવે રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચેથી પસાર થતા રોડ પર ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાતો. શમસુદ્દીનને મજબૂરીવશ એક મદદગાર રાખવો પડ્યો, જે અખબારોના પાર્સલ એકઠા કરી શકે. તક મને મળી અને શમસુદ્દીન મારી આવકનું પ્રથમ કારણ બન્યા. દરેક બાળક, જે જન્મ્યો છે, તે કોઈને કોઈ સામાજિક કે આર્થિક સ્થિતનો ભોગ જરૂર બને છે. કેટલીક વખત લાગણીપૂર્ણ માહોલને કારણે પણ. તેનો ઉછેર પણ એવી રીતે થાય છે. દુનિયાદારી અને સેલ્ફ ડિસિપ્લીનના પાઠ મને અબ્બાજાન પાસેથી વારસામાં મળ્યા, જ્યારે માતા પાસથી દયાળુભાવ અને સારી વાતો પર વિશ્વાસ મુકવાનો બોધપાઠ મળ્યો. જોકે, જલાલુદ્દીન અને શમસુદ્દીનના સંગાથની જે અસર મારા પર પડી તેનાથી માત્ર મારું બાળપણ નહીં પરંતુ આવનારા જીવન પર પણ તેની ઘણી અસર થઈ.

.... અગ્નિ મિસાઈલને 30મી એપ્રિલ, 1999ના રોજ છોડવાનું હતું. લોન્ચિંગની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. સલામતી માટે એવો નિર્ણય લેવાયો કે લોન્ચિંગના સમયે આજુબાજુના બધા ગામ ખાલી કરાવી દેવાય. અખબારો અને બીજા મીડિયાએ વાતને ખુબ ઉછાળી. 20મી એપ્રિલ આવતા સુધીમાં તો બધા દેશોની નજર આપણાં ઉપર મંડાઈ ગઈ હતી. બીજા દેશોનું દબાણ વધી રહ્યું હતું કે અમે પ્રયાસને રદ્દ કરી દઈએ કે પછી ફગાવી દઈએ, પરંતુ સરકાર મજબૂત દિવાલની જેમ અમારી પડખે ઊભી હતી. તેણે અમે કોઈ પણ પ્રકારે પીછેહઠ કરવા દીધી નહીં. મિસાઈલ છોડવાની માત્ર 14 સેકન્ડ પહેલાં કમ્પ્યૂટરે અમને રોકાઈ જવાનો ઈશારો કર્યો. કોઈ એક સ્પેરપાર્ટમાં ખામી હતી. તેને તાત્કાલિક સુધારી દેવામાં આવી. જોકે, વખતે ડાઉન રેન્જ સ્ટેશન પરથી અમને અકી જવાનો આદેશ મળ્યો. થોડી સેકન્ડમાં અનેક અડચણો પેદા થઈ ગઈ હતી અને મિસાઈલ લોન્ચિંગ રદ્દ કરી દેવાયું. અખબારોએ બાંયો ચડાવી લીધી. દરેક નિવેદનમાં પોત-પોતાની રીતે કારણો રજૂ કરાયા. ... એક કાર્ટૂનમાં એવું દેખાડવામાં આવ્યં કે, વૈજ્ઞાનિક કહી રહ્યો છે કે, બધું બરાબર હતું, માત્ર સ્વિચનું બટન ચાલ્યું નહીં. હિન્દુસ્તાન ટાઈમ્સના એક કાર્ટૂનમાં એક નેતા રિપોર્ટરને સમજાવી રહ્યો છે, ‘ડરવાની કોઈ વાત નથી. અત્યંત શાંતિ પસંદ કરી અહિંસાવાદની મિસાલી છે, તેનાથી કોઈનું મૃત્યુ નહીં થાય’. લગભગ 10 દિવસ સુધી રાત-દિવસ કામ ચાલ્યું, મિસાઈલના રિપેરિંગમાં અને આખરે વૈજ્ઞાનિકોએ અગ્નિ મિસાઈલ છોડવાની નવી તારીખ નક્કી કરી. ફરી ઘટના થઈ. 10 સેકન્ડ પહેલાં કમપ્યૂટરે અટકી જવાનો ઈશારો કર્યો. ખબર પડી કે એક સ્પેરપાર્ટ કામ કરી રહ્યું નથી. ફરીથિ લોન્ચિંગ અટકાવી દેવાયું.

કોઈ પણ વૈજ્ઞાનિક અભિયાનમાં પ્રકારની ઘટના થવી સામાન્ય બાબત છે. બીજા દેશોમાં પણ આવું અનેક વખત બને છે, પરંતુ અપેક્ષાઓથી ભરપૂર આપણી પ્રજા અમારી મુશ્કેલીઓ સમજવા માટે તૈયાર હતી. હિન્દુ અખબારમાં કેશવનું એક કાર્ટૂન પ્રકાશિત થયું, જેમાં એક ગામડિયો નોટ ગણતો-ગણતો જણાવી રહ્યો છે કે, ‘મિસાઈલ છોડવાના સમયે ગામમાંથી બહાર જવા માટે વળતર મળ્યું છે. જો તે વધુ બે-ચાર વખત કેન્સલ થયું તો હું મારું પાકું મકાન બનાવી લઈશ.’ અમૂલ બટરવાળાએ પોતાના હોર્ડિંગ પર લખ્યું, ‘અગ્નિને ઈંધણ માટે અમારા બટરની જરૂર છે’. અગ્નિના રિપેરિંગનું કામ ચાલુ રહ્યું. આખરે ફરી એક વખત અગ્નિ મિસાઈલ લોન્ચ કરવાની તારીખ 22 મે નક્કી કરવામાં આવી. બીજા દિવસ સવારે 7 કલાક અને 10 મિનિટે અગ્નિ મિસાઈલ લોન્ચ કરાઈ. મિસાઈલે જાણે કે ટેક્સ્ટ બૂક યાદ કરી લીધી હોય. જાણે કે લેસન યાદ કરી લીધું હોય. દરેક પ્રશ્નનો જવાબ મળી રહ્યો હતો. એવું લાગતું હતું, એક લાંબા ભયાનક સપના બાદ એક સુંદર સવારે જાણે કે આંખ ખોલી છે. પાંચ વર્ષની મહેનત બાદ અમે લોન્ચ પેડ પર પહોંચ્યા હતા. તેના પાછળ પાંચ વર્ષની લાંબી નિષ્ફળતા, પ્રયાસો અને પરીક્ષાની ઘડી હતી. પ્રયાસને અટકાવી દેવા માટે હિન્દુસ્તાને દરેક પ્રકારના દબાણ સહન કર્યા હતા. તેમ છતાં અમે કરી બતાવ્યું.

કેરળ રાજભવનમાં તેમના મહેમાન

રાષ્ટ્રપતિબન્યા પછી ડૉ.કલામ પહેલીવાર કેરળ ગયા હતા, ત્યાં એમના મહેમાનોમાં એક હતા મોચી અને એક નાનકડી હોટેલના માલિક. ડૉ. કલામે ત્રિવેન્દ્રમમાં કેટલાક દિવસો ગાળ્યા હતા. સમયથી પેલો મોચી અને હોટેલ માલિક તેમના મિત્રો બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...