• Gujarati News
  • National
  • કાપડના 2000માંથી 1500 વેપારી પાસે છે હવે GST નંબર

કાપડના 2000માંથી 1500 વેપારી પાસે છે હવે GST નંબર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપડના 2000માંથી 1500 વેપારી પાસે છે હવે GST નંબર

જીએસટીનાવિરોધમાં કાપડના વેપારીએ 2 વખત બંધ પાળ્યો સમગ્ર દેશભરના કાપડના વેપારીએ રેલી સાથે ઉગ્ર દેખાવો કર્યા. તંત્ર તરફથી હકારાત્મક ખાત્રી મળતા વિરોધ શમ્યો. પેલા કાપડના વેપારીએ નો રજિસ્ટ્રેશન નો જીએસટી જેવા બેનરો દુકાન બહાર લગાવ્યા હતા. જુલાઇ માસના અંત સુધીમાં 1000 વેપારી જીએસટીમાં માઇગ્રેટ થયા અને જે વેપારી પાસે જીએસટી નંબર હતો નહીં તેવા 500 વેપારીએ નંબર લેવા માટે અરજી પણ કરી છે. જ્યારે બાકીના વેપારી કંપોઝિસન સ્કિમમાં આવશે તેમ પ્રમુખ બિપિનભાઇ માનસેતાએ જણાવ્યું છે.

5ઓગસ્ટના મળનારી કાઉન્સિલ પર સૌ કોઇની નજર

જીએસટીસંદર્ભે સમયાતરે કાઉન્સીલની બેઠક મળશે. આગામી 5ના રોજ જીએસટી કાઉન્સીલની બેઠક મળશે. બેઠકમાં શુ નિર્ણય લેવાશે તે સંદર્ભે સૌ વેપારીની આશા છે.

પ્રશ્નનો મારો પણ ઓછો થયો

જીએસટીનેલઇ એક્સાઇઝ તેમજ વેટ વિભાગમાં વિવિધ હેલ્પલાઇન, ડેસ્ક હેલ્પ શરૂ કરવામાં આવ્યા સેગ્મેન્ટ વાઇઝ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી. જોઇન્ટ કમિશનર સંજય સક્સેનાના જણાવ્યાનુસાર હવે પહેલા જેટલા વેપારી પ્રશ્ન પૂછતા પણ નથી. શરૂઆતના એક દિવસમાં 100 જેટલા ફોન આવતા હતા હવે દિવસભરમાં માત્ર 5 કે 10 ફોન આવે છે.

80% વેપારી આપે છે કમ્પ્યૂટરાઇઝડ બિલ

જીએસટીપહેલા નાના-મોટા વેપારમાં મેન્યુઅલ વર્ક વધારે રહેતું મોટા ભાગના વેપારી બિલ પણ હાથેથી લખીને આપતા હતા. હવે પરિસ્થિતિ ઉલટી થઇ છે. પરિણામે મેન્યુઅલી વર્કમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળે છે. અંદાજિત 50 ટકાથી પણ વધુ વેપારીએ કમ્પ્યૂટર પણ વસાવી લીધા છે. જીએસટી પછી 80 ટકા બિલ કમ્પ્યૂટરાઇઝડ મળે છે.

શરૂઆતના તબક્કામાં વેપારીઓને જીએસટી મગજમાં બેઠું નહીં. દરેક એસો. તથા સરકાર પક્ષથી પણ સેમિનારનું આયોજન કરાયું. જે દરેક સેમિનારમાં વેપારીની ભરચક્ક હાજરી જોવા મળી. સેમિનાર ઉપરાંત દરેક વેપારીએ પોતાના સીએ, ટેક્સ કન્સલ્ટન્ટ, કરવેરા સલાહકાર પાસેથી પણ માહિતી લીધી. તમામ મહેનત અંતે રંગ લાવી અને વેપારીઓને જીએસટી મગજમાં બેઠું.

વેપારીઓને સમજાઇ ગયું જીએસટી

અન્ય સમાચારો પણ છે...