• Gujarati News
  • National
  • ફ્લેટમાં જુગારનો દરોડો, 5 મહિલા સહિત 7 પકડાયા

ફ્લેટમાં જુગારનો દરોડો, 5 મહિલા સહિત 7 પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શ્રાવણમાસના પ્રથમ દિવસે પોલીસે જુગારના દરોડામાં 6 મહિલા સહિત 8ને પકડ્યા બાદ મંગળવારે રાતે જંકશન પ્લોટમાં ગેબનશાપીરની દરગાહ નજીક ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. એપાર્ટમેન્ટમાં 101 નંબરના ફ્લેટમાં રહેતા નિરવ માધવજીભાઇ પાઉંના ફ્લેટમાં જુગાર રમી રહેલા નિરવ પાઉં ઉપરાંત કીર્તિબેન હરસુખભાઇ સલ્લા, શારદાબેન ચેતનભાઇ વાળા, બિનાબેન પરાગભાઇ કાનાબાર, ભાવનાબેન દિનેશભાઇ પીઠડિયા અને બકુલ ખોડીદાસ પોબારુની હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ દિક્ષિતે ધરપકડ કરી રોકડા રૂ. 26,500 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...