• Gujarati News
  • National
  • PM મોદી નીતિશને નચાવશે અને તે ઘૂંઘરું બાંધી નાચશે: લાલુ

PM મોદી નીતિશને નચાવશે અને તે ઘૂંઘરું બાંધી નાચશે: લાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિહારમાંભાજપ સાથે મળીને સરકાર બનાવનારા નીતીશ કુમાર સામે લાલૂ યાદવના હુમલા સતત ચાલુ છે. લાલૂએ નીતીશ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા કહ્યું હતું કે પીએમ મોદી નીતીશને પોતાની આંગળીઓ પર નચાવશે. એટલું નહીં મોદીના ઇશારે નીતીશે ઘુંઘરૂ બાંધીને નાચવું પણ પડશે. મનાય છે કે નીતીશ લાલૂના હુમલાનો જવાબ જરૂર વાળશે. લાલૂએ એક ટ્વિટમાં કહ્યું હતું કે,‘નરેન્દ્ર મોદીએ નીતીશ કુમારને સૂંઢમાં લપેટી લીધા છે. હવે તેઓ નીતીશને પોતાના ઇશારે નચાવશે અને તેણે ઘુંઘરૂ બાંધીને નાચવું પડશે.’ લાલૂના નિશાન પર નીતીશ નહીં રાજ્યના વર્તમાન ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર પણ છે. બે દિવસ અગાઉજ તેમણે ભાગલપુર જમીન કૌભાંડમાં સુશીલ મોદી અને નીતીશ બંનેની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...