એજન્સી | પાલેકલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી | પાલેકલ

ઓલરાઉન્ડરહાર્દિક પંડ્યાના આક્રમક 108 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે અહીં રમાતી ત્રીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાના પ્રથમ દાવમાં 487 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાને તેના પ્રથમ દાવમાં 135 રનના સ્કોરે સમેટીને ભારતે રમત પર પોતાનું પ્રભુત્વ મેળવી લીધું હતું. ભારતીય સુકાની વિરાટ કોહલીએ વધુ એક વખત યજમાન ટીમને ફોલોઓન કરતાં શ્રીલંકાએ બીજા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં એક વિકેટે 19 રન બનાવ્યા હતા. શ્રીલંકાને ઇનિંગ્સ પરાજયને ખાળવા માટે હજુ પણ 333 રનની જરૂર છે.

બીજા દિવસે સવારે એક રનના વ્યક્તિગત સ્કોરને આગળ વધારીને હાર્દિકે લંચ સુધીમાં પોતાનો સ્કોર 108 સુધી પહોંચાડી દીધો હતો. તે ટેસ્ટ મેચના કોઇ પણ દિવસે લંચ પહેલાં 100 પ્લસ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. કેએસ રણજીતસિંહજી પણ 1896માં સિદ્ધિ મેળવી ચૂક્યા હતા પરંતુ તેઓ ઇંગ્લેન્ડ તરફથી રમ્યા હતા. વિશ્વ ક્રિકેટમાં અત્યાર સુધી પાંચ બેટ્સમેનો ટેસ્ટના પ્રથમ દિવસે લંચ પહેલાં તથા 18 બેટ્સમેનો અન્ય દિવસે લંચ પહેલાં 100 પ્લસ રન બનાવી ચૂક્યા છે.

7સિક્સર ફટકારી, વીરુ-ભજ્જીની બરોબરી

હાર્દિકેપોતાની ઇનિંગ્સમાં સાત સિક્સર ફટકારી હતી. ભારત તરફથી એક ટેસ્ટ ઇનિંગ્સમાં હાર્દિક કરતાં વધારે સિક્સર નવજોતસિંહ સિદ્ધૂના નામે છે જેણે શ્રીલંકા સામે 1993-94માં આઠ સિક્સર ફટકારી હતી. સેહવાગ તથા હરભજનના નામે એક ઇનિંગ્સમાં 7-7 સિક્સર નોંધાયેલી છે.

વિદેશમાંભારત તરફથી બીજી ફાસ્ટેસ્ટ સદી | હાર્દિકમાત્ર 86 બોલમાં સદી પૂરી કરી હતી. વિદેશમાં ભારત તરફથી ફાસ્ટેસ્ટ સદી સેહવાગે ફટકારી છે. તેણે 2006માં વેસ્ટ ઇન્ડીઝ સામે ગ્રોસ આઇલેટ ખાતે 78 બોલમાં સદી નોંધાવી હતી. પંડ્યાએ બીજા 50 રન પૂરા કરવા માટે માત્ર 25 બોલનો સમય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...