તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • છોટાઉદેપુર જિલ્લામાં આવેલ રેતી કંકણની ગ્રાન્ટ કામોને મંજૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ રેતી કંકણની ગ્રાન્ટ કામોને મંજૂરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જીલ્લામાં રેતી કંકણની ગ્રાન્ટ ચાલુ વર્ષે રૂ.8,93 કરોડ આવી છે. એનો ઉપયોગ જીલ્લાના વિકાસના કામો કરવા આયોજન કરવામાં આવ્યું છે. સરેરાશ એક જીલ્લાપંચાયત સભ્યને સરેરાશ રૂ.20લાખ જેવા કામો અર્થે મળશે.અંગે છોટાઉદેપુર જીલ્લાપંચાયતમાં તા.20ના રોજ સામાન્ય સભા જીલ્લા પંચાયતની મળી હતી. જેમાં જે ગ્રામપંચાયતની અંદર ચુંટણી આવી રહી છે. એને છોડી તમામ પંચાયતોમાં વહીવટી મંજુરી આપી દીધી હોવાનું જીલ્લા પંચાયત પ્રમુખ ધુળકીબેન રાઠવાએ ફોન પર જણાવ્યું હતું.ગ્રાંટમાંથી જમીન રક્ષણ અંગેની દિવાલો બોર, મોટર, ટાંકી હેન્ડપંપ શાળાઓમાં થશે. અને પેવર બ્લોક બેસાડાશે. ગામડાઓમાં ખરેખર રસ્તાઓની જરૂર છે. પરંતુ સરકાર તરફથી આના પર નિયંત્રણ આવી જતાં એક પણ કામ લેવાયુ નથી.

તા.20મીએ જિ.પંચાયતમાં સામાન્ય સભા મળી હતી

વર્ષે વિકાસના કામો માટે રૂ.8.93 કરોડ ગ્રાન્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો