તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિ.માં 475 ગ્રામ પા. પુ.યોજનાઓ પૂર્ણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ.માં 475 ગ્રામ પા. પુ.યોજનાઓ પૂર્ણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોટરએન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો) જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના માધ્યમથી વડોદરા જિલ્લામાં ગ્રામ સ્તરે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાનું કામ કરે છે. વાસ્મો દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં 571 પૈકી 475 ગ્રામ પાણી પુરવઠા યોજનાઓનું કામ પૂરું કરી દેવાયું છે. રૂા.4228.73 લાખના ખર્ચે પૂરી કરાયેલી ગ્રામ પાણી પુરવઠા યોજનાઓથી 1.50 લાખ ઘરો અને તેની અંદાજે 6 લાખની વસતીને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થયું છે.

વાસ્મો ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સુવિધા ઊભી કરવા પ્રયત્નશીલ છે. માટે રાજ્યમાં સ્વજલધારા, રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ યોજના અંતર્ગત ગામના લોકોને નિયમિત શુદ્ધ અને પૂરતી માત્રામાં પીવાનું પાણી ઉપલબ્ધ થઇ શકે તે માટે યોજના વડોદરા જિલ્લામાં અમલમાં મૂકાઇ છે. જેમાં યોજનાની કુલ કિંમતના 90 ટકા સરકાર તરફથી તેમજ 10 ટકા ગામલોકો લોકફાળા રૂપે આપે છે.

વડોદરા જિલ્લામાં કલેકટરના અધ્યક્ષપણા હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ કાર્યરત છે. જેના દ્વારા જિલ્લામાં સ્વજલધારા તથા રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ યોજના હેઠળ પાણી પુરવઠા યોજનાઓનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત 2003-04 થી 2016 સુધી જિલ્લામાં 490 ગામો અને 101 પરાં મળી કુલ-591 યોજનાઓને મંજુરી અપાઇ હતી. યોજનાઓ રૂા.6240 લાખના ખર્ચે તૈયાર કરવાનો અંદાજ મૂકાયો હતો. જે પૈકી 405 ગામો અને 70 પરાં મળી કુલ-475 યોજનાઓ પૂર્ણ થઇ હોવાની વિગતો મળી છે. પૂર્ણ થયેલી 475 ગ્રામ પાણી પુ. યોજના પાછળ રૂા.4228.73 લાખનો ખર્ચ થયો છે. જ્યારે રૂા.1167.90 લાખના અંદાજિત ખર્ચવાળી 98 યોજનાઓ પ્રગતિ હેઠળ છે. પૂર્ણ થયેલી 475 યોજનાઓથી 1.50 લાખ ઘરો લાભાન્વિત થયા છે. જ્યારે અંદાજે 6 લાખની વસતીને પીવાનું શુદ્ધ પાણીનો લાભ મળતો થયો છે.

જિલ્લામાં તમામ 645 જેટલા ગામોમાં પાણી સમિતિની રચના કરવામાં આવી

ગ્રામપાણી પુરવઠા યોજના પૂરી થયા બાદ ગ્રામજનોની પાણીની સુવિધા જળવાઇ રહે ઉપરાંત સમયાંતરે મરામત તેમજ નિભાવણી થાય અને પાણી વેરાનું માળખું ગોઠવી તેની આવકમાંથી યોજનાનું સંચાલન થાય તે હેતુથી જિલ્લામાં તમામ ગામોમાં ગામની પાણી સમિતિ બનાવવામાં આવે છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાના તમામ 645 જેટલા ગામોમાં પાણી સમિતિની રચના કરવામાં આવી છે. એટલે કે, 100 ટકા ગામોમાં પાણી સમિતિ બનાવી દેવામાં આવી છે. જેના કારણે ગ્રામજનોની પાણીની સુવિધાને જાળવવામાં મદદરૂપ બની શકશે.

પૂર્ણ થયેલી પાણી પુરવઠા યોજનાઓથી 1.50 લાખ ઘરો લાભાન્વિત થયા છે : લાખની વસતીને પીવાનું શુદ્ધ પાણીનો લાભ મળ્યો

વિશ્વ જળ દિવસ|વાસ્મો દ્વારા જિલ્લા જળ-સ્વચ્છતા સમિતીના માધ્યમથી ગ્રામ સ્તરે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાનું કામ કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો