તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નાના ભાઇને સાચવતી વખતે ધો. 1ની બાળકીએ પોતાના અનુભવોથી પેરેન્ટિંગ અંગે બુક લખી નાખી, બેસ્ટ સેલરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાના ભાઇને સાચવતી વખતે ધો.-1ની બાળકીએ પોતાના અનુભવોથી પેરેન્ટિંગ અંગે બુક લખી નાખી, બેસ્ટ સેલરના લિસ્ટમાં સામેલ થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનનીનિયા મ્યા રીસ છે તો 8 વર્ષની પણ પેરેન્ટિંગના તેના અનુભવના કારણે ચર્ચામાં આવી ગઇ છે. વાત એમ છે કે નિયાએ નટખટ નાના ભાઇની સારસંભાળ અને તેની સમસ્યાઓના ઉકેલ અંગે બુક લખી છે, જે બેસ્ટ સેલર બની ગઇ છે. નિયાએ તેના નાના ભાઇનું ધ્યાન રાખવું પડે છે. તેને ખવડાવવા-પીવડાવવાથી માંડીને તમામ જવાબદારી નિયા સંભાળતી રહી છે. તેથી તેને ઘણો અનુભવ થઇ ગયો. તેથી તેણે બુક લખવાનું વિચાર્યું અને ‘હાઉ ટુ ડીલ વીથ કેર ફોર યોર એનોઇંગ લિટલ બ્રધર’ બુકે આકાર લીધો.

નિયા મોટી બહેન બનીને ખુશ છે, પણ બધી મોટી બહેનો જાણે છે તેમ નાના ભાઇને હેન્ડલ કરવા સરળ નથી. નિયા પણ તબક્કામાંથી પસાર થઇ છે. નિયા કહે છે કે ઘણી વાર તે બોલ ફેંકી દે છે, જે ગમે ત્યાં જતો રહે છે. હું વારંવાર શોધી આપું છું. ઘણી વાર તે મને બોલ મારી દે છે. કારણ વિના રડવા લાગે છે. તેને સમજાવી શકતો નથી અને નાના શેતાન સમજવા પણ નથી માગતા. ઘણી વાર મારે ના પાડવી પડે છે પણ તે સાંભળવા તૈયાર નથી હોતો. તેને હેન્ડલ કરતા કરતા નિયાના મગજમાં એટલી વાતો નોંધાઇ ગઇ કે બુક લખતાં તેને થોડા દિવસ લાગ્યા. તેની મહેનત એળે ગઇ. તેની બુક એમેઝોનના બેસ્ટ સેલર લિસ્ટ (પેરેન્ટિંગ)માં સામેલ થઇ ગઇ છે.

બુકની શરૂઆત પણ રસપ્રદ રીતે થઇ છે. ગયા વર્ષે નિયા પહેલા ધોરણમાં હતી ત્યારે તેના ટીચરે એસાઇન્મેન્ટ આપ્યું. તે એસાઇન્મેન્ટમાં તેણે ચાઇલ્ડ કેરના તમામ અનુભવો લખી નાખ્યા. નિયાની માતા ચેરિનિટા જણાવે છે કે તેની ધગશ જોઇને મને લાગ્યું કે નિયાએ પ્રોજેક્ટ પર કામ ચાલુ રાખવું જોઇએ, જેથી લેખન વધુ સુધરી શકે. તે હંમેશા કહેતી કે સેન્ટેન્સ ફોર્મેશન, સ્પેલિંગ, શબ્દોના ઉપયોગ અંગે મન લગાવીને કામ કરો તો સમર પ્રોજેક્ટ શાનદાર થઇ જશે. પણ પરિણામ સમર પ્રોજેક્ટથી ઘણું મોટું થઇ ગયું. ખાસ વાત છે કે નિયા બધું રમતા રમતા શીખી છે અને વાત તે પોતાની સ્કૂલના અન્ય બાળકો સાથે પણ શૅર કરે છે.

આટલી નાની બાળકીને સમજદારીપૂર્ણ વાતો કરતી જોઇને સૌ દંગ રહી જાય છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું પાંચ વર્ષ સુધીના બધા નાના ભાઇ પરેશાન કરે છેω તો તેનો જવાબ હતો, બિલકુલ. પણ મારો ભાઇ થોડું ઓછું કરે છે.

ભાસ્કર વિશેષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો