તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આઇએસની ધમકીના બીજા દિવસે આગ્રા રેલવે નજીક બે બ્લાસ્ટ થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇએસની ધમકીના બીજા દિવસે આગ્રા રેલવે નજીક બે બ્લાસ્ટ થયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગ્રા | આગ્રાકેન્ટ રેલવે સ્ટેશનની નજીક શનિવારે સવારે હળવી તીવ્રતાના બે બોમ્બ ધડાકા થયા હતા. સ્ટેશનથી 20 કિલોમીટરના અંતરે રેલવે ટ્રેક પર મોટા ખડક સાથે અંડામાન એક્સપ્રેસ ટ્રેન ટકરાયાની ઘટનાના થોડા કલાકો બાદ બન્ને બોમ્બ ધડાકા થયા હતા. પહેલા પોલીસને એક નોંધ પણ મળી હતી જેમાં આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી હતી. શુક્રવારે ઐતિહાસિક તાજમહાલ આઇએસઆઇએસના નિશાને હોવાના અહેવાલોને પગલે તેની સુરક્ષા વધારવામાં આવી હતી.

ડિવિજનલ રેલવે મેનેજર પ્રભાસ કુમારના જણાવ્યા પ્રમાણે પોલીસે ફોરન્સિક ટીમને સાથે રાખીને તપાસ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવે સ્ટેશન નજીક ટ્રેક્ટર ટ્રોલીમાંથી કચરો ખાલી કરવામાં આવી રહ્યો હતો ત્યારે ધડાકાનો અવાજ સંભળાયો હતો. પોલીસે તપાસ દરમ્યાન સ્થાનિક લોકોની પૂછપરછ પણ કરી હતી.

ગત સાંજે આગ્રા કેન્ટ સ્ટેશનથી 20 કિલોમીટરના અંતરે આવેલા ભંડાઈ રેલવે સ્ટેશનેથી એક નોંધ મળી આવી હતી જેમાં આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી હતી. પહેલા ચેન્નઈથી જમ્મુ જઈ રહેલી અંડામાન એક્સપ્રેસ રેલવે ટ્રેક પર એક મોટા ખડક સાથે ટકરાઈ હતી. ટ્રેનચાલકે સમયસૂચકતા વાપરીને ઇમરજન્સી બ્રેક લગાવતા મોટી હોનારત ટાળી શકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો