તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સામાન્ય દરજ્જાથી શરૂઆત કરનાર સ્મિથ ટોચ પર પહોંચ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય દરજ્જાથી શરૂઆત કરનાર સ્મિથ ટોચ પર પહોંચ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રીજી ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસે સ્ટીવ સ્મિથે હાલની શ્રેણીની બીજી સદી પૂર્ણ કરી છે. માઈકલ વોર્ને ત્યાર બાદ ટ્વિટ કર્યું હતું કે સ્ટીવ સ્મિથ જે ટેસ્ટ કારકિર્દીની શરૂઆતમાં સામાન્ય દરજ્જો ધરાવતો હતો, હવે તે સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. મને યાદ છે જ્યારે સ્મિથે 2013માં ભારતના પહેલા પ્રવાસમાં મોહાલીમાં 10-15 મિનિટની બેટિંગ જોયા બાદ એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ જણાવ્યું હતું કે સ્મિથની શૈલી ટેસ્ટ ક્રિકેટની નથી. તે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમતો નહીં જોવા મળે. તેણે તેનું કારણ જણાવ્યું હતું કે સ્મિથ ટેક્નિકલી રીતે ટેસ્ટ ક્રિકેટને લાયક નથી. તે સ્પિન અને ફાસ્ટ બોલિંગને સરખી રીતે રમી શકતો નથી. બોલરો તેને જલ્દી પોતાનો શિકાર બનાવી લેશે. સ્મિથે ચાર વર્ષ પહેલા રમેલી તે મેચમાં મહા મહેનતે 92 રન ફટકાર્યાં હતા. ત્યારથી લઈને અત્યારસુધી સ્મિથ ટેસ્ટ ક્રિકેટમાં 19 સદી ફટકારી ચૂક્યો છે. તે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં હાલ નંબર વન પર છે. હવે હું જાણવા માંગુ છું કે ભૂતપૂર્વ ટેસ્ટ સ્ટારનું શું કહેવું છેω. જો કે તે સમજવું અઘરું નહોતું કે તે ભૂતપૂર્વ ખેલાડી સ્મિથ માટે નકારાત્મક અભિપ્રાય શું કામ રાખતો હતો. નોંધનીય છે કે સ્મિથનું કરચલા સમાન ફૂટવર્ક ટીકાઓને જન્મ આપતું હતું. સ્મિથે ટીકાઓને સકારાત્મક રૂપથી લીધી અને પોતાની પરંપરાગત ટેક્નિકમાં સુધારો કરી શિખર પર પહોંચવાનો ચમત્કાર કર્યો હતો. સ્મિથ છેલ્લા પાંચ વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઉપયોગી બેટ્સમેન બની ગયો છે. તેણે પોતાની 53મી ટેસ્ટમાં રાંચીમાં 5000 ટેસ્ટ રન પૂર્ણ કર્યાં હતા. સ્મિથની બેટિંગની સરેરાશ 61.46 છે. આવા અદભૂત આંકડાઓ વર્લ્ડ નંબર વન પર રહેવા માટે પૂરતા છે. હાં, એક સમય હતો કે જ્યારે ડોન બ્રેડમેનની બેટિંગની એવરેજ 99.94ની હતી. ત્યાં સુધી પહોંચવું હવે કોઈ પણ બેટ્સમેન માટે અઘરું નહીં પરંતુ અશક્ય છે પરંતુ હાલની સ્થિતીમાં સ્ટીવ સ્મિથનો પ્રયત્ન વખાણવાલાયક છે. બ્રેડમેન યુગ બાદ બેટ્સમેનોમાં સચિન તેંડુલકર, રિકી પોંટિગ, સુનીલ ગાવસકર, સોબર્સ, સંગાકારા, રાહુલ ડ્રવિડ, વિવિયન રિચર્ડસન, જેક કાલિસનું નામ મહાન બેટ્સમેનમાં સામેલ છે. બધાં 50થી વધુ ટેસ્ટ રમી ચૂક્યાં છે. ખેલાડીઓની શ્રેણીમાં સ્ટીવ સ્મિથનું નામ એટલા માટે જોડવા માંગતો નથી કેમ કે તે હાલ ક્રિકેટ રમી રહ્યો છે. જ્યારસુધી કોઈ ખેલાડી સંન્યાસ લઈ લેતો નથી ત્યાં સુધી તેની તુલના ભૂતપૂર્વ ખેલાડીઓ સાથે કરવી જોઈએ. જો કે સ્મિથ મહાન ખેલાડીઓની શ્રેણીમાં આવવા માટે આકરી મહેનત કરી રહ્યો છે.

ayazmamon80@gmail.com

અયાઝ મેમણની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો