તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કરુણારત્નેની સદી છતાં શ્રીલંકા મુશ્કેલીમાં મુકાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરુણારત્નેની સદી છતાં શ્રીલંકા મુશ્કેલીમાં મુકાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુશ્તફિઝુરરહેમાન(3 વિકેટ) અને સાકિબ અલ હસન(3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના ચોથા દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. ચોથા દિવસના અંતે શ્રીલંકાએ 8 વિકેટ ગુમાવી 268 રન બનાવી લીધા છે. દિવસના અંતે પરેરા 26 અને લકમલ 16 રને રમતમાં છે. શ્રીલંકાએ 139 રનની લીડ મેળ‌વી લીધી છે અને તેની ફક્ત 2 વિકેટ અકબંધ છે. શ્રીલંકાએ ચોથા દિવસે વિના વિકેટે 54 રનથી દિવસનો પ્રારંભ કર્યો હતો. ચોથા દિવસે તરંગા(26) ગઈકાલના સ્કોરમાં 1 રન ઉમેરી આઉટ થયો હતો. મેન્ડિસે(36) કરુણારત્ને સાથે બાજી સંભાળી હતી અને ટીમનો સ્કોર 143 રને પહોંચાડ્યો હતો. મેન્ડિસ મુશ્તફિઝુરનો શિકાર બન્યો હતો. ચંડીમલ(05), ગુનારત્ને(07) અને સિલ્વા(00) અને ડિકવેલા(05) સસ્તામાં આઉટ થતા 190 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. કરુણારત્નેએ એકછેડો સાચવી રાખતા ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. બાંગ્લાદેશ તરફથી સાકિબ અલ હસન અને મુશ્તફિઝુર રહેમાને 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે તાઇજુલ ઇસ્લામ અને મહેદી હસન મિરાઝે 1-1 વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો