તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 70 વર્ષની ઉંમર: 7 દિવસમાં દુનિયાના 7 મહાદ્વીપોમાં 7 મેરેથોન પૂરી કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

70 વર્ષની ઉંમર: 7 દિવસમાં દુનિયાના 7 મહાદ્વીપોમાં 7 મેરેથોન પૂરી કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજન્સી | કંસાસ સિટી(અમેરિકા)

જ્યારેચાઉ સ્મિથ યુવા હતી ત્યારે રનિંગને લઈને સિરીયસ હતી. તેને બોરિંગ રમત લાગતી હતી, જોકે હવે તેને આવું લાગતું નથી. સ્મિથે હાલમાં સાત મહાદ્વીપોમાં સાત મેરેથોન પુરી કરી હતી. તે પણ ફક્ત સાત દિવસમાં. સમયે તેની ઉંમર છે 70 વર્ષ. તેણે પોતાના બર્થ ડે પર સાતમી મેરેથોન પુરી કરી હતી. હવે તે સાત દિવસમાં સાત મહાદ્વીપોમાં સાત મેરેથોન પુરી કરનાર સૌથી મોટી ઉંમરની મહિલા બની ગઈ છે. તેણે ચેલેન્જ પર્થ (ઓસ્ટ્રેલિયા)થી શરૂ કરી હતી. પછી સિંગાપુર (એશિયા), કાએરો (સા.આફ્રિકા), એમ્સટર્ડમ (નેધરલેન્ડ, યુરોપ), પુંટા એરિનોસ (નોર્થ અમેરિકા), ચિલી (સાઉથ અમેરિકા) અને કિંગ જોર્જ આઈલેન્ડ (અંટાર્કટિકા) મેરેથોનમાં ભાગ લીધો હતો. ચાઉએ જણાવ્યું હતું કે ચેલેન્જ માટે મે આઠ મહિના તૈયારી કરી હતી. હું દરેક સપ્તાહે 30 કિમીથી 210 કિમી દોડતી હતી. ક્યારેક-ક્યારેક પગમાં ઘણું દર્દ થતું હતું પણ મે હંમેશા મારુ મગજને સારી બાબતો પર ફોક્સ કરવા પ્રયત્ન કર્યો હતો. હંમેશા પોઝીટીવ વિચારતી હતી. ચેલેન્જ દરમિયાન પગમાં દર્દ થયું હતું. મને પહાડો, ઝીલ અને ઝરણાથી ઘણો પ્રેમ છે. રનિંગ કરતા સમયે તેના વિશે વિચાર કરતી હતી, તેથી દર્દ ઓછું થઈ જતું હતું. મને આનંદ છે કે ચેલેન્જ પુરી કરી શકી. ચાઉ અત્યાર સુધી 70થી વધારે મેરેથોન દોડી ચુકી છે. તેનો ઇરાદો હજુ પણ અટકવાનો નથી. ચાઉનો જન્મ વિયેતનામમાં થયો હતો. 13 વર્ષની ઉંમરમાં વિયેતનામ યુદ્ધ દરમિયાન બોમ્બ બ્લાસ્ટમાં તેનો પગ ઈજાગ્રસ્ત થયો હતો. કારણે તેના પગમાં આજે પણ ક્યારેક-ક્યારેક દર્દ થાય છે. 25 વર્ષની ઉંમરમાં તેનો પરિવાર અમેરિકા શિફ્ટ થયો હતો. તે કપડા સિવવાનું અને ડ્રાઇક્લિનિંગનું કામ કરવા લાગી હતી. દિવસમાં 16-16 કલાક કામ કરતી હતી. દરમિયાન તેની મુલાકાત માઇકલ સ્મિથ સાથે થઈ હતી. માઇકલ રનર હતો. થોડો સમય પછી બન્નેએ લગ્ન કરી લીધા હતા. તેણે પૈસા કમાવવા માટે ઘણું કામ કરવું પડતું હતું. તણાવમાંથી બહાર નિકળવા તેણે રનિંગ શરૂ કરી હતી. રનિંગ કર્યા પછી તેને ઘણું પોઝીટીવ લાગતું હતું. 48 વર્ષની ઉંમરમાં ચાઉએ પ્રથમ વખત 5 કિમી રેસમાં ભાગ લીધો હતો. જોકે દરમિયાન તેની તબિયત બગડી ગઈ હતી. તેને ઓક્સિજન માસ્ક લગાવવાની ફરજ પડી હતી. આમ છતા રનિંગ છોડી હતી. શરૂઆતમાં 5 કિમી અને 10 કિમી રનિંગ પછી હાફ મેરેથોન અને મેરેથોનમાં દોડવાની શરૂઆત કરી હતી. ચાઉ અને માઇકલ એકસાથે ઘણી મેરેથોનમાં ભાગ લઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો