તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બંને લાપતા ભારતીય મૌલવી ISIના કબજામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંને લાપતા ભારતીય મૌલવી ISIના કબજામાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી | દિલ્હીનીપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન દરગાહના જે બે મૌલવી લાપતા થયા હતા તેઓ ISIની કસ્ટડીમાં હોવાનો પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે. પાક.મીડિયા મુજબ મુત્તહિદા કૌમી મૂવમેન્ટ સાથે સંબંધના આરોપમાં આસિફ નિઝામી અને નઝીમ નિઝામી નામના બન્ને મૌલવીની અટકાયત કરાઈ હતી. બાદમાં તેમને મુક્ત કરાયા હતા. આજે તેઓ ભારત પાછા ફરશે. અગાઉ સુષ્મા સ્વરાજે મૌલવીઓનું અઅપહરણની પાછળ આઇએસઆઇનો હાથ હોવાનો સંકેત આપ્યો હતો. સ્વરાજે જણાવ્યું હતું કે બન્ને મૌલવીઓના પાકિસ્તાની યજમાન દબાણ હેઠળ છે. યજમાનોને પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે વાત નહીં કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારે બન્ને મૌલવીઓ લાપતા બન્યાનો મુદ્દો પાકિસ્તાન સમક્ષ ઉઠાવ્યો હતો.સુષ્મા સ્વરાજે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, વિદેશ મંત્રાલયે કરાચીમાં બન્ને ભારતીય મૌલવીઓના યજમાન બનેલા લોકો સાથે સંપર્ક કર્યો હતો. ત્યારે એમ લાગ્યું હતું કે પાકિસ્તાન સરકાર દ્વારા તેમના પર વાત નહીં કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બન્ને મૌલવી 8મી માર્ચે પાકિસ્તાન ગયા હતા. થોડા દિવસ પહેલા કરાચી જવા માટે રવાના થતી વખતે લાહોર એરપોર્ટ પરથી તેઓ ગાયબ થઈ ગયા હતા. પછી તેમના કોઈ સગડ મળી રહ્યા નહોતા.

ભારતનાં વિદેશ પ્રધાને પ્રકરણ પાછળ પાકિસ્તાની અધિકારીઓનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી.તેમણે કહ્યું હતું કે ભારતનું માનવું છે કે અપહરણ કોઈ સામાન્ય ઘટના નથી. એક અન્ય ટ્વીટમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે તેઓ સતત સંપર્કમાં છે. અગાઉ પાકિસ્તાની પત્રકાર મેહર તરારે સુષ્મા સ્વરાજની ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે કેટલાક વર્ષ પહેલા બેમાંથી એક મૌલવીને તેઓ મળ્યાં હતાં. તરારે એમ પણ લખ્યું હતું કે સામાન્યપણે પાકિસ્તાનમાં સૂફી સંતોનું સન્માન કરવામાં આવે છે. તેના જવાબમાં સ્વરાજે લખ્યું હતું કે, ‘આશા છે કે પાકિસ્તાન સરકાર પણ આવું માનતી હશે.’ બન્ને ભારતીય મૌલવીઓ દાતા દરબાર દરગાહ જવા માટે લાહોર પહોંચ્યા હતા. હજરત નિઝામુદ્દીન દરગાહનો દાતા દરબાર દરગાહ સાથે ગાઢ સંબંધ છે. દાતા દરબાર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. બન્ને દરગાહોના મૌલવીએ દર વર્ષે એકબીજાને ત્યાં જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો