તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પેશનથી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો માર્ગ મળે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેશનથી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો માર્ગ મળે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રુસલીએ કહ્યું હતું કે જો તમે કોઈ કામ વિશે વિચારવામાં વધુ સમય લેશો તો ક્યારેય તેને પૂર્ણ નહીં કરી શકો. સમય વિતતો જશે. અસલમાં સમય કોઈના કાબુમાં નથી. ઘડી સતત ચાલતી રહે છે.

પરંતુ કેટલાક લોકો સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરે છેે, કેટલાક ચૂકી જાય છે. જે લોકો તેમના સમયનો સમજદારીથી ઉપયોગ કરે છે તે અસલમાં કોઈ ઉદ્દેશ્યમાં સતત મથામણ કરે છે. તે તેમના પેશનને ઓળખે છે અને તેને પ્રાપ્ત કરવામાં સતત મહેનત કરે છે. દરેક વ્યક્તિમાં કોઈ ખાસ વાત, કોઈ ખાસ ગુણ હોય છે. જે લોકો તેમની વિશેષતાને જાણે છે તે સરળતાથી તેમના લક્ષ્ય અને ઉદ્દેશ્ય નક્કી કરી લે છે અને તેમનો સમય તે પેશનને આપવા લાગે છે.તેની સાથે તેમાં કમિટમેન્ટ અને ફોકસ પણ આવી જાય છે અને તેમની સ્ટ્રેન્થનો પૂર્ણ ઉપયોગ કરવામાં માસ્ટરી આવી જાય છે. અસલમાં સાચો સમય, યોગ્ય તકની વાટ અને શોધ કરવાની જરૂર નથી હોતી. ટાઈમ મેનેજમેન્ટનો સૌથી સરસ ફંડો આજ અને વર્તમાન સમયનો શ્રેષ્ઠ ઉપયોગ છે.મધર ટેરેસાએ કહ્યું હતું કે કાલ વીતી ગયું છે. આવનારી કાલ પણ હજુ આવી નથી. આપણી પાસે આજનો દિવસ હાજર છે. ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તે એક દિવસ આવી જશે. અસલમાં તમે તમારા પેશનને ત્યારે પૂર્ણ કરી શકશો જ્યારે તમે સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકશો.

ટાઈમ મેનેજમેન્ટ {જેમની પાસે ઉદ્દેશ્ય અને લક્ષ્ય હોય તે સમય વેડફતાં નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો