તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બાળક દત્તક લીધું, માતાને શોધી, પરંતુ અસલ માતાએ પ્રેમ જોઇને દીકરો છોડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળક દત્તક લીધું, માતાને શોધી, પરંતુ અસલ માતાએ પ્રેમ જોઇને દીકરો છોડ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રેનમાંખોવાયેલું બાળક બે વર્ષ બાદ સલામત મળી જાય તે માતાથી વધુ ભાગ્યશાળી બીજું કોઇ નથી. પણ નસીબ બાળકને ક્યાંક બીજે લઇ જવા ઇચ્છતું હોય તો તેમાં પણ કોઇ કંઇ કરી શકે નહીં. કહાણી છે બે માતાઓ વચ્ચે માતૃત્વની વહેંચણીની. એક છે સૈન્ય સ્કૂલમાં ટીચર જોધપુરની સિંગલ મધર અને બીજી છે દિલ્હીમાં તૈનાત સૈન્ય અધિકારીની પત્ની. બન્ને મા બેમિસાલ છે. સિંગલ મધરે બિનવારસી મળેલું બાળક દત્તક લીધું, પછી બાળકના અસલ મા-બાપને શોધ્યા. બે-ત્રણ વર્ષમાં બાળક સિંગલ મધરના જીવવાનું કારણ બની ચૂક્યું હતું. તેથી પરિવારજનો પણ તેમના કાળજાના કટકાને તેના ખોળામાં છોડીને પરત ફર્યા. કહાણી શરૂ થઇ 23 જુલાઇ, 2011થી. મારવાડના સોજતનો સૈન્ય પરિવાર તે દિવસે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તે દિવસે બાળક ગુમ થઇ ગયું. જોધપુર રેલવે સ્ટેશને જીઆરપીના સિપાહીએ બાળકને લવ-કુશ આશ્રમને સોંપી દીધું. મંડોર એરિયામાં રહેતી અપરિણીત મહિલા અનુપમા (નામ બદલ્યું છે) એક દિવસ તે આશ્રમમાં આવી. તેણે બાળકને જોઇ તેને દત્તક લેવાનો પ્રસ્તાવ મૂક્યો. કાર્યવાહી શરૂ થઇ અને 31 ઓગસ્ટે અનુપમાને કોર્ટ મારફત બાળક દત્તક મળી ગયું. અનુપમા સૈન્ય સ્કૂલમાં ટીચર હતી. તેનું જોધપુર બહાર ડેપ્યુટેશન પર પોસ્ટિંગ થઇ ગયું. તે દર અઠવાડિયે ટ્રેનમાં જોધપુર અવરજવર કરતી અને બાળકને હંમેશા પોતાની સાથે રાખતી. પહેલી વાર ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે રાત્રે 2 વાગ્યે બાળક અચાનક ઊંઘમાંથી ઊઠ્યું અને કહેવા લાગ્યું કે, દરવાજો ખોલો. મારા પપ્પા ઊભા છે. અનુપમાને સમજાયું કે બાળક ટ્રેનમાં ખોવાયું છે. તેણે બાળકનો રેકોર્ડ ફંફોસ્યો અને પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીને હાયર કરી. એજન્સીએ બાળકના અસલ માતા-પિતાની શોધખોળ હાથ ધરી. છેવટે તેને લેવા 3 પરિવાર જોધપુર આવી ગયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો