તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અહીં 9 વર્ષથી રાતના 12થી સવારના 6 સુધી ગેરકાયદે ગર્ભપાત થતો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અહીં 9 વર્ષથી રાતના 12થી સવારના 6 સુધી ગેરકાયદે ગર્ભપાત થતો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાંગલીથીલગભગ 30 કિમી દૂર વસેલા મેહસાણાના લોકોમાં તબીબો પ્રત્યે બારે રોષ છે. થોડા દિવસ પહેલા સુધી તેમને ખબર નહોતી કે તેમના ગામમાં તબીબો એવું કૃત્ય કરી રહ્યા છે, જેનાથી માનવતા શરમમાં મુકાઇ જાય. અહીંનો ડૉ. બાબાસાહેબ ખિદ્રાપુરે પોતાની ભારતી હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરતો હતો અને તગડી રકમ કમાતો હતો. મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે તાજેતરમાં અહીં ગર્ભપાત કરાવવા આવેલી મહિલાનું મોત થયું હતું. તપાસ થઇ તો હોસ્પિટલની નજીક 19 ભ્રૂણ ખાડામાં દાટેલા મળ્યા હતા. ભાસ્કરે પ્રકરણની તપાસ કરી તો ચોંકાવનારા તથ્ય સામે આવ્યા હતા. ડૉ. ખિદ્રાપુરે છેલ્લા 9 વર્ષથી ગેરકાયદે કામ કરતો હતો. કામમાં બીજા ઘણા તબીબો અને પરિચિતો સાથ આપતા હતા.

કર્ણાટરના કાગવાડનો ડૉ. શ્રીહરી ઘોડકે અને બિજાપુરનો ડૉ. રમેશ દેવગીકર પણ તેમાં સામેલ છે. ડૉ. ઘોડકે પાસે બે સોનોગ્રાફી મશીનહતા. તેમાં એક તો તે હંમેશા પોતાની ગાડીમાં રાખતો હતો જેથી જ્યાં જરૂર પડે, ત્યા જઇને ભ્રૂણનું લિંગ પરીક્ષણ કરી શકાય. તપાસમાં સામે આવ્યુ હતું કે ઘોડકે બોગસ ડૉક્ટર હતો. હદ તો છે કે જ્યારે મહિલાઓ તેની પાસે ભ્રૂણનું લિંગ પરિક્ષણ કરાવવા આવતી હતી ત્યારે તે જાતે તેમને ગેરકાયદે ગર્ભપાત માટે ઉશ્કેરતો હતો. તેના બદલામાં તે 20થી 25 હજાર લેતો હતો.

ડૉ.દેવગીકર રેડિયોલોજિસ્ટ છે. ગેરકાયદેસર રીતે ગર્ભ લિંગ પરીક્ષણ કરીને તે પણ મહિલાઓને ખિદ્રાપુરે પાસે મોકલતો હતો. ખિદ્રાપુરેની પત્ની પણ આર્યુવેદીક ડૉક્ટર છે. પ્રકરણમાં તેની પણ તપાસ થઇ હતીસ પણ ગર્ભપાત પ્રકરણમાં તેનો કોઇ હાથ નહીં હોવાથી તપાસ બાદ તેને છોડી દેવામા આવી હતી. ડૉ. ખિદ્રાપુરેએ સોનોગ્રાફી મશીન ખરીદવા માટે લાઇસન્સ પણ નહોતું લીધુ. તેથી આરોગ્ય વિભાગ તરપથી તેને નોટિસ ફટકારાઇ છે. હોમિયોપેથિક કાઉન્સિલની ટીમ મેહસાણા જઇને પરત ફરી છે અને તેણે ડૉ.ખિદ્રાપુરેનું લાઇસન્સ રદ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે ડૉય ખિદ્રાપુરેએ નર્સિગ હોમના રજિસ્ટ્રેશન માટે 2012માં જિલ્લા કાઉન્સિલમાં અરજી કરી હતી. તત્કાલીન આરોગ્ય અધિકારીએ બીએચએમએસની ડિગ્રી હોવાથી તેમની અરજીને નકારી દીધી હતી.

સાંગલીની હચમચાવી દેનારી ઘટના : સ્વયં તબીબ મહિલાઓને એબૉર્શન માટે ઉશ્કેરતો હતો, તગડી રકમ કમાતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો