તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રોજ 1200 સિગારેટ જેટલો ચૂલાનો ધુમાડો વેઠી રહી છે દેશની 15 કરોડ મહિલાઓ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજ 1200 સિગારેટ જેટલો ચૂલાનો ધુમાડો વેઠી રહી છે દેશની 15 કરોડ મહિલાઓ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
50 ટકાથી વધુ ઘરમાં ટીવી, પણ ગામોમાં 13 ટકા પાસે છે ગેસ સિલિન્ડર

સંતોષ ઠાકુર | નવી દિલ્હી, રિતેશ પટેલ | દાહોદ, નરેન્દ્ર જાટ | ભીલવાડા, રાકેશ કુમાર | પટિયાલા

ભીલવાડાનુંલગામ પ્રતામસ બા કી બાડિયા. અહીં રહે છે શ્રીરામ ગુર્જર, તેમની પત્ની બાદામી દેવીને કેન્સર છે. શરીર સંપૂર્ણપણે સુકાઇ ગયુ છે. હાથ-પગ પણ મોટી મુશ્કેલીથી હલે છે. રાત-દિવસ સુતા-સુતા વિતે છે. લાંબા સમયથી બીમાર છે, જયપુર સારવાર માટે લઇ ગયા તો ખબર પડી કે ચૂલાના ધુમાડાને કારણે તેમને કેન્સર થયુ છે. બાદામી દેવીની જેમ દેશમાં હજુ ફણ 15 કરોડ મહિલાઓ હજુ પણ લાકડા, કોલસા કે છાણા સળગાવીન ભોજન રાંધે છે.

તેમના ઘેર હજુ પણ એલપીજી ગેસ નથી પહોંચ્યો. તેઓ રોજ ઘણા કિલોમીટર પગપાળા ચાલીને જંગલથી લાકડા વીણીને લાવે છે અને રોજ ચૂલાની આંચથી ઉઠતા ધુમાડાની લપેટમાં આવીને બિમાર પડે છે.

એક અનુમાન અનુસાર દેશમાં દર વર્ષે 5 થી 9 લાખ લોકોના મોત માત્ર અસ્વચ્છ ઈંઘણના સહારે ભોજન રાંધવાને કારણે થાય છે. પંદર કરોડમાંથી 6 કરોડ તો, વર્ષ 2011-13ની તે સામાજિક, આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરીના હેઠળનાલ છે જેના આધારે ઉજ્જવલા કનેક્શન આપવામાં આવી રહ્યા છે. સરવે તત્કાલીન યૂપીએ સરકારે કરાવ્યો હતો. જ્યારે અન્ય 9 કરોડ પરિવારો પણ મંત્રાલયના આંતરકિ સરવેનો ભાગ છે. તેના માધ્યમથી તેમણે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કે અભ્યાસ સિવાય પણ એવા કેટલા પરિવાર છે, જેમને હજૂ સ્વચ્છ ઈંધણની જરૂર છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ગ્લોબલ એન્વાયરનમેન્ટ હેલ્થના જાણીતા પ્રોફેસર ડૉ. કિર્ક સ્મિથના અનુસાર જ્યારે મહિલાઓ ચૂલા પર લાકડા સળગાવીને ભોજન રાંધે છે, ત્યારે એક કલાકની અંદર 400 સિગરેટ સળગવા જેટલો ધુમાડો થાય છે. તેઓ ભારતમાં ગ્રામીણ મહિલાઓ અને બાળકીઓના આરોગ્ય માટે તેને ખતરો ગણાવે છે. ભારતમાં ગ્રામીણ મહિલાઓ રોજ ઓછામાં ઓછી 1200 સિગરેટના ધુમાડા વચ્ચે ભોજન રાંધી રહી છે.

ચૂલામાંથી ઊડતા ધુમાડાથી ગામની સ્ત્રીઓ અને બાળકીઓ હેરાન

ઠાકુરરામ યાદવ | રાયપુર, સિન શર્મા, બલજીત ઠાકુર આકાશ સિંહ ભદોરિયા | ભોપાલ, રામચંદ્ર ગુર્જર | સીકર

છત્તીસગઢના સુપેલા ગામમાં મેહરી બાઇ દરરોજ આમ ધુમાડા વચ્ચે રસોઈ બનાવે છે. ફોટો : સુધીર સાગર

પટિયાલાના ધર્મકોટમાં દરરોજ તાળાની ચાવીઓ બનાવીને કમાનારા પાંચ પરિવારો માટે એલપીજી સિલિન્ડર સપનાં જેવુ છે. લોકોએ ઉજ્વલા યોજના અંતર્ગત ફોર્મ ભર્યા છે પરંતુ સવાલ છે કે તેની કમાણી દરરોજ 100-150 રૂપિયા છે તો તે સિલિન્ડરના 800 રૂપિયા ક્યાંથી લાવશે. એવોજ એક પરિવાર વીણા દેવીનો છે. ત્રણ દીકરી અને એક દીકરો છે. ઘરની હાલત એટલી ખરાબ છે કે સાંજે ઘરમાં ખાવાનું પણ બનતું નથી. કારણકે તેના પરિવારનું તાળુ અને ચાવી બનાવવાનું કામ છે. સવારે ઘરમાંથી નીકળી જાય છે. સાંજે ગામે ગામે ફરીને ઘરે 150થી 200 રૂપિયા કમાઇને આવે છે. તે કહે છે કે સિલિન્ડર ખરીદવા મુશ્કેલ છે. લાકડાં વીણીને તેનું કામ થઇ જાય છે.

ગામમાં ગરીબોને સિલિન્ડર મળી પણ જાયતો પૈસા ક્યાંથી આવશે

પંજાબના નાભા ગામમાં રહેનારી સુખદેવ કૌર 70 ની થઇ ગઇ છે. હાથ પગમાં જીવ બચ્યો નથી. તે દરરોજ જંગલમાં લાકડાં વીણવા જાય છે. શરીરમાં તાકાત પણ એટલી ઓછી છે કે એક વખતમાં થોડાં લાકડાંજ લાવી શકે છે. .પતિનું મોત થઇ ગયુ છે અને દીકરીના લગ્ન. જો હવે તે પોતે દરરોજ લગભગ 8-10 કિમી ચાલીને લાકડાં વીણે તો ઘરનો ચૂલો સળઘે. દેશમાં મુશ્કેલી ફક્ત સુખદેવની નથી પરંતુ કેટલાંય ગામ એવા છે જ્યાં ગામમાં કોઇની પાસે સિલિન્ડર નથી. મધ્યપ્રદેશના 1000 લોકોની વસતી વાળુ રૂંધકાપુર ગામ તેનું ઉદાહરણ છે. ગામમાં કોઇ પણ પરિવારની પાસે ગેસ સિલિન્ડર નથી. પરિસ્થિતિ રાજસ્થાનના વિલોંદની છે. 700 પરિવાર છે. પરંતુ ગામમાં માત્ર 16 કનેક્શન છે.

સમગ્ર ગામમાં સિલિન્ડર નથી, 8-10 કિમી દૂરથી લાકડાં લાવવા પડે છે

મધ્યપ્રદેશના અશોકનગર ગામ ટકનેરીની હાલત ખૂબજ ખરાબ છે. એક હજારની વસતી વાળ ગામમાં 100 ટકા બીપીએલ પરિવાર હોવા છતાં એક પણ ઘરમાં એલપીજી ગેસ નથી. અહીંયા દરેક ઘરોમાં સવારથી સાંજ સુધી ધુમાડો ઉડે છે. કોઇ પણ ઘર માંથી ઉધરસનો અવાજ સાંભળી શકાય છે. કાશીરામ અહીંયા રહે છે. 55 વર્ષ ઉંમર છે. તેમના ઘરે પહોંચ્યા ત્યારે તે ચૂલામાં આગ સળગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. કાશીરામે જણાવ્યુ કે પત્ની રાજબાઇને ઉધરસની બીમારી થઇ. લોહીની ઉલ્ટીથી તેનું મોત થયું. કાશીરામે જણાવ્યુ કે આજે ઘરમાં બે બાળકોથી લઇને સમગ્ર પરિવારને સતત ઉધરસ અને આંખોમાં બળતરાની સમસ્યા છે. ચૂલા પર ખાવાનું બનાવતા મહિલાઓને શ્વાસ અને દમનો શિકાર થઇ ચૂકી છે.

ધુમાડાથી ઉધરસ પછી લોહીની ઊલટીથી મોત, સમગ્ર ગામ ઝપટમાં

ભાસ્કરે પેટ્રોલિયમ મંત્રીને પૂછ્યું -

ગ્રામીણો આવી રીતે પરેશાન છે : પીડા 3 કહાનીઓ કહે છે

{ 9 લાખ લોકોના મોત દેશમાં દર વર્ષે ઘરોમાં ચૂલો સળગવાને કારણે થતા પ્રદૂષણથી થાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો