તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હુબલીથી પેટ્રોલ ગોલમાલના સૂત્રધારની ધરપકડ કરાઈ

હુબલીથી પેટ્રોલ ગોલમાલના સૂત્રધારની ધરપકડ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંગાજી રહેલા પેટ્રોલ પંપમાં ઈંધણ ભ્રષ્ટાચારના સૂત્રધાર પ્રશાંત નુલકરની થાણે પોલીસે ધરપકડ કરી હતી. કર્ણાટકના હુબલી ખાતેથી એને તાબામાં લેવામાં આવ્યો છે. પ્રશાંતની ધરપકડથી ભ્રષ્ટાચારના મૂળ સુધી જવામાં પોલીસને મદદ થશે.

ઈલેકટ્રોનિક ચીપ દ્વારા પેટ્રોલ પંપ પરના મશીનમાં ફેરફાર કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતું હોવાનું સૌ પ્રથમ ઉત્તરપ્રદેશમાં પ્રકાશમાં આવ્યું હતું. ભ્રષ્ટાચારનું કનેકશન થાણે અને ડોંબીવલી સાથે હોવાનું તપાસમાં જણાયું હતું. ...અનુસંધાન પાનાં નં.12તેથી ખળભળાટ મચી ગયો હતો. ભ્રષ્ટાચારની માહિતી મળતા થાણે પોલીસે રાજ્યમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. એકલા થાણે જિલ્લામાં ફક્ત દોઢ મહિનામાં 98 પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન થાણે પોલીસના ગુના શાખાએ વિવેક શેટ્યેની ધરપકડ કરી હતી. એણે ચીપ આખા દેશમાં પૂરી પાડી હોવાનું અને પ્રશાંત નુલકર એમાં સહભાગી હોવાનું તપાસમાં જણાયું હતું. એના પરથી પોલીસે નુલકરની ધરપકડ કરી હતી.

પેટ્રોલ અને ડિઝલ મશીનમાં ફેરફારને કારણે ગ્રાહકને લીટર દીઠ 20 મિલીલીટર ઈંધણ ઓછુ આપવામાં આવતું હતું. જો કે મશીનમાં યોગ્ય આંકડો દેખાવાથી ગ્રાહકને શક થતો અને એની છેતરપિંડી થતી. પદ્ધતિથી એક પેટ્રોલ પંપ પર દિવસમાં 100થી વધુ લીટર ઈંધણની ચોરી થતી હતી.

કોણ છે પ્રશાંત નુલકર?

56વર્ષીય પ્રશાંત નુલકર ઈંધણ મશીન બનાવનાર કંપનીનો ભૂતપૂર્વ કર્મચારી છે. પેટ્રોલ મશીન ભ્રષ્ટાચારનો સૂત્રધાર છે. પેટ્રોલ પંપના મશીનની ટેકનિકલ રચનાની એને પૂર્ણ જાણકારી છે. પેટ્રોલ પંપના મશીનની ચીપ મેળવવામાં અને પંપચાલકોને મેનેજ કરવામાં એને હાથ હતો. નુલકરે વિવેક શેટ્યેની મદદથી માપમાં પાપ કરવાની ચીપ ઉત્તરપ્રદેશના પેટ્રોલ પંપચાલકોને વેચતો હતો.

અન્ય સમાચારો પણ છે...