તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોસાબારા લેન્ડિંગ પ્રકરણના આરોપીને વધુ 5 દિ’ના રિમાન્ડ

ગોસાબારા લેન્ડિંગ પ્રકરણના આરોપીને વધુ 5 દિ’ના રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ ઊંડી તપાસ કરવા માટે વધુ એકવાર મુંબઇનો આંટો મારશે

ગુજરાતએ.ટી.એસ.ની ટીમે ગોસાબારામાં આર.ડી.એક્સ અને ઘાતક હથિયારોના લેન્ડીંગના જામનગર પોલીસમાં 1993માં નોધાયેલા કેસમાં નાસતા ફરતા અબ્દુલ સતાર બાટલીવાળાની 23 વર્ષ બાદ મુંબઈથી ધરપકડ કરી હતી.આ શખ્સની મુંબઇથી ધરપકડ કર્યા બાદ જામનગર પોલીસને સોપવામાં આવ્યો હતો જામનગર પોલીસે શખ્સનો કબ્જો લીધા બાદ જામનગરની સેશન્સ કોર્ટમાં તેને 30 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. બાદમાં એક ટીમ તેને લઇ મુંબઇ તપાસ માટે ગઇ હતી જોકે હજુ તપાસમાં ઘણુ સામે આવવાની શકયતા પોલીસ દ્વારા દર્શાવવામાં આવતા તેને ફરી કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેથી કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

બાબરી મસ્જિદ ધ્વંશનો બદલો લેવાના ઈરાદાથી મુંબઈમાં 12 માર્ચ 1993ના બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. માટે વપરાયેલા વિસ્ફોટક પદાર્થ આર.ડી.એક્સ. તથા કોમી રમખાણો ફેલાવવાના ઈરાદે મોકલાયેલા ઘાતક હથિયારોનું લેન્ડિંગ પોરબંદર નજીકનાં ગોસાબારાના દરિયાકાંઠે થયું હતું.

અન્ય સમાચારો પણ છે...