તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેન્સરના દર્દીને 1 ટેસ્ટથી કારગત સારવાર મ‌ળશે

કેન્સરના દર્દીને 1 ટેસ્ટથી કારગત સારવાર મ‌ળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાવીરપ્રસાદ શર્મા |જોધપુુર

કેન્સરનાદર્દીઓને હવે હેવી ડોઝવાળી દેવાઓથી છુટકારો મળશે. ગમે તેવું કેન્સર કેમ હોય દર્દીને એક ટેસ્ટ કરાવાથી ખ્યાલ આ‌વી જશે કે તેના માટે કઇ દવા કારગર છે. ત્યાર પછી તેણે એક દવા લેવાની રહેશે. જેનાથી દર્દીને હેવી ડોઝવાળી દવાઓની સાઇડ ઇફેક્ટથી બચી શકશે. તે ઉપરાંત તેનો ખર્ચ પણ ઓછો થશે.

એક કેન્સ્ક્રીપ્ટ ટેસ્ટ છે જેનું રિઝલ્ટ માત્ર સાત દિવસમાં આ‌વી જશે. ટેસ્ટનો ખર્ચ 40 હજાર રૂપિયા છે. ટેસ્ટને બાયોટેક કંપનીએ ડવલોપ કર્યો છે અને બેંગ્લોરની એક કંપની ગ્લોબલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં ટેસ્ટ કરી રહી છે.

જોધપુરમાં ચાલી રહેલા ત્રણ દિવસીય ઓકોલોજિસ્ટની 30મી વાર્ષિક કોન્ફરન્સમાં ડો. અજિત કામથે જણાવ્યું કે અત્યાર સુધી કેન્સર ડિટેક્ટ થયા પછી સારવાર શરૂ કરી દેવામાં આવતી હતી. દવાઓ શરૂ કર્યાના ત્રણ સપ્તાહ પછી ખ્યાલ આવતો કે દર્દીને તબિયતમાં સુધારો આવે છે કે નહીં. કેન્સક્રીપ્ટ ટેસ્ટથી કેન્સર ડિટેક્ટ થયાના પહેલા દિવસથી સાચી દવા આપવામાં આવશે.

સારવારમાં દર્દીના શરીરમાં કેન્સરવાળી જગ્યા પરથી કેટલાક સેલ લેવામાં આવે છે અને લોહીની તપાસ કરવામાં આવે છે. કેન્સ્ક્રીપ્ટ ટેસ્ટથી સેલને કેન્સરના જીવાણુઓને માઇક્રો ઇન્વાયર્નમેન્ટમાં પ્રોસેસ કરાય છે. પછી ટિશ્યુના અલગ 6-7 ટુકડા કરીને અલગ અલગ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ચાર દિવસ પછી તપાસ કરવામાં આવે છે કે કઇ દવા કેન્સરના જીવાણુઓને મારવા માટે વધારે અસરકારક છે. દવાઓની અસર પ્રમાણે 25-60 સ્કોર અાપવામાં આવે છે. 60 અથવા તેનાથી વધારે સ્કોરવાળી દવાઓ સર્વશ્રેષ્ઠ હોય છે.

અન્ય સમાચારો પણ છે...