તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજસ્થાનના પેન્શનધારકોના કેસ માનવાધિકાર પંચની મદદથી ઉકેલાયા

રાજસ્થાનના પેન્શનધારકોના કેસ માનવાધિકાર પંચની મદદથી ઉકેલાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનરાજ્ય માનવ અધિકાર પંચે સરકારી વિભાગો પાસે જવાબ માગ્યો હતો. નિવૃત્ત તેમજ મૃત કર્મચારીઓના પેન્શનને લગતા તેમજ અટકેલા લાભોના 6700 કેસોનો તાત્કાલિક નિવેડો લાવવામાં આવ્યો હતો. પેન્શન માટે પોતાની જૂની ઓફિસોના ધક્કા ખાઈ રહેલા નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત મળી હતી.

ત્રણ વર્ષ જૂની રજૂઆત અંગે માનવ અધિકારે આદેશ જાહેર કર્યો છે. રાજ્ય માનવ અધિકાર પંચે વન વિભાગના નિવૃત્ત કર્મચારી અવધ બિહારી ભાર્ગવના કેસમાં 10 એપ્રિલ 2013ના રોજ કેસ નોંધ્યો હતો. પંચે તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જુલાઈ 2016ના રોજ પંચને જે અહેવાલ મળ્યો તે ખૂબ રાહત આપનારો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 6786 કેસમાંથી 6768નો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો છે. હવે 16 કેસો બાકી રહ્યા છે.

કર્મચારીઓ ધ્યાન રાખે કે કાલે તેઓ પણ પેન્શનર બનશે : પંચ

રાજ્યમાનવ અધિકાર પંચના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ ટાટિયાએ જણાવ્યું હતું કે સેવાનિવૃત્ત વ્યક્તિએ જીવનસંધ્યાએ પોતાના પરિવારની જવાબદારી ઓછી આવકમાં પૂરી કરવાની હોય છે. સેવા લાભ કર્મચારીનો અધિકાર છે, કોઈ દાનદક્ષિણા નથી. કર્મચારીઓએ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કાલે તેઓ પણ પેન્શનર બનશે. પંચને આશા છે કે કર્મચારીઓને નિવૃત્તિના લાભો નિવૃત્તિના દિવસથી મળવાની શરૂઆત થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...