તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારામાં વરસાદની સદી છતાં ડિઝાસ્ટરમાં નીલ

સાપુતારામાં વરસાદની સદી છતાં ડિઝાસ્ટરમાં નીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરિમથકસાપુતારા સહિત આહવા, ચીંચલી, સુબીર પંથકના છેલ્લા ત્રણેક દિવસથી રાત્રિ દરમિયાન સાંબેલાધાર વરસાદ વરસ્યો હોવા છતાં ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા વરસાદી આંકડા નોંધાતા ડિઝાસ્ટર કચેરીની લાલિયાવાડી સામે આવવા પામી છે.

ગુજરાજ રાજ્યનું ચેરાપુંજી ગણાતુ ડાંગ જિલ્લામાં ચાલુ ચોમાસા દરમિયાન ગિરિમથક સાપુતારા ખાતે મેઘરાજાએ (100 ઈંચ)ની સદી ફટકારતા ગિરિકંદરા પાણીથી તરબોળ થઈ ઉઠી છે. સોમવારે મળસ્કે સાપુતારા સહિત આહવાના તળેટી વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો તેમ છતાં આહવા ડિઝાસ્ટર કચેરી ખાતે સવારે 24 કલાકમાં વરસાદી આંકડા નીલ બતાવતા આશ્ચર્ય સર્જાયું હતું. મોસમનો કુલ વરસાદનો આંક જોતા આહવામાં 83.82, વઘઈ 92.87, અને સાપુતારામાં સૌથી વધુ 100.51 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...