• Gujarati News
  • National
  • હેરોઇનનો વહીવટ કરનાર વધુ બે શખ્સો મુંબઇમાંથી ઝબ્બે,1 દિ\'ના રીમાન્ડ મંજૂર

હેરોઇનનો વહીવટ કરનાર વધુ બે શખ્સો મુંબઇમાંથી ઝબ્બે,1 દિ\'ના રીમાન્ડ મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઇટ ફોનમાંથી મળી આવેલા નંબરના આધારે બન્ને આરોપી ટ્રેસ થયા

ચકચારી4500 કરોડના હેરોઇન પ્રકરણમાં વધુ બે આરોપીઓ શકંજામાં આવી ગયા છે. બન્ને આરોપીઓને આજે રીમાન્ડની માંગણી સાથે ન્યાયધીસના નિવાસ સ્થાને રજુ કરવામાં આવ્યા હતા. અને એક દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપી 1500 કીલો હેરોઇનનો જથ્થો સપ્લાય કરવાનું આયોજન કર્યુ હતું.

ગુજરાતની સમુદ્ર સીમામાંથી કોસ્ટગાર્ડે હેનરી નામની શીપમાંથી 1500 કીલો હેરોઇનનો જથ્થો કબજે કર્યો હતો. શીપમાંથી મળી આવેલા સેટેલાઇટ ફોનના આધારે ગુજરાત એ.ટી.એસે મુંબઇ અને કલકતામાંથી 3 આરોપીને ઝડપી લીધા હતા.

આરોપી હાલ રીમાન્ડ ઉપર છે. ત્યારે સેટેલાઇટ ફોનના આધારે વધુ 4 આરોપી ટ્રેસ થયા હતા. જેમાંથી બે આરોપી સુલેમાન સાઉદી અને સાદીક વાડેલા નામના બે શખ્સોને એ.ટી.એસે મુંબઇમાંથી ઝડપી લીધા હતા. અને આરોપીનો કબજો એનસીબીને સોપવામાં આવ્યો હતો. અને 3 દિવસની રીમાન્ડની માંગણી સાથે ન્યાયાધીસના નિવાસ સ્થાને રજુ કરવામાં આવ્યા છે. અગાઉ ગુજરાત એ.ટી.એસે સેટેલાઇટ ફોનના આધારે મુંબઇ અને કલકતાથી 3 આરોપીઓને ઝડપી લીધા હતા. અને હાલ આરોપી 17 ઓગષ્ટ સુધી રીમાન્ડ ઉપર છે. ત્યારે મુંબઇથી ઝડપાયેલા વધુ બે આરોપી સુલેમાન સાદીક ભાડેલા અને અસલમમીયા પેલ નામના બે શખ્સોની પ્રાથમિક પુછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે ,1500 કિલો હેરોઇનનો જથ્થો નિયત સ્થળે પહોંચ્યા બાદ કોને કેટલો માલ આપવાનો હતો. અને કયારે આપવાનો હતો.

તેમજ ભાવતાલ પણ નક્કી કરવામા઼ આવ્યા હતા. હજુ પણ પુછપરછ દરમિયાન કેટલીક ચોકાવનારી વિગતો બહાર આવશે. તેવુ મનાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...