• Gujarati News
  • National
  • દીપે 6 ઓગસ્ટની રાતે એક રિક્ષાની ઉઠાંતરી કરીને ભક્તિનગર જીઆઇડીસી

દીપે 6 ઓગસ્ટની રાતે એક રિક્ષાની ઉઠાંતરી કરીને ભક્તિનગર જીઆઇડીસી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપે 6 ઓગસ્ટની રાતે એક રિક્ષાની ઉઠાંતરી કરીને ભક્તિનગર જીઆઇડીસી નજીક મહેશ વરૂની વેલ્ડીંગની કેબિનમાંથી ગેસકટરની કિટ, એલપીજી અને ઓક્સિજન સિલિન્ડરની ચોરી કરીને તમામ સાધનો પોતાની દુકાને મૂકી રિક્ષા રેઢી મૂકી દીધી હતી. બનાવની રાતે ગવલીવાડ નજીક વિરમાયા પ્લોટમાંથી એક રિક્ષાની ઉઠાંતરી કરીને અે રિક્ષામાં ગેસકટર, સિલિન્ડર નાખી ચારેય શખ્સ પોસ્ટઓફિસ પહોંચ્યા. દીપ અને સદ્દામ પોસ્ટઓફિસવાળી શેરીમાંથી દીવાલ કૂદીને અંદર ગયા, ચોકીદાર ભરતસિંહ દીપને ઓળખતા હોવાથી પ્રથમ નિદ્રાધીન ચોકીદાર ઉપર સદ્દામે કોયતાનો ઘા મારી ગળું કાપી નાખ્યું, ગંભીર ઇજા છતાં ચોકીદારે પ્રતિકાર કરતા દીપ અને સદ્દામે કોયતા, છરાના ઘા મારીને તેની હત્યા કરી ત્યાંથી જેટલી ચાવી મળી તે લઇ લીધી. ડેલો ખોલીને રિક્ષામાં બીજા બે સાગરીતને અંદર બોલાવી લીધા. રફિક બહાર અને સદ્દામને નીચે વોચમાં રાખી દીપ એક પછી એક 16 તાળાં કાપીને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચ્યો, ઓક્સિજન સિલિન્ડર ખોલવાનું પાનું ભૂલી ગયા હોવાથી દીપ રિક્ષા લઇને પોતાની દુકાનેથી પાનું લઇ આવ્યો હતો. ગેસ કટરથી તિજોરી કાપીને હાથ નાખીને પૈસા કાઢવા જેટલું બાકોરું પાડ્યું, પરંતુ અંદર લોખંડનું બીજું પડ નીકળતા નિરાશ દીપે તિજોરી પડતી મૂકીને લોકર કાપવાનો પ્રયાસ કર્યો, સદનસીબે ગેસનો બાટલો ખાલી થઇ જતાં સાધનો ત્યાં મૂકીને ફરાર થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...