• Gujarati News
  • National
  • ભારતમાં સંપૂર્ણ સલામતી અનુભવું છું : હુમા કુરેશી

ભારતમાં સંપૂર્ણ સલામતી અનુભવું છું : હુમા કુરેશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | બૉલિવૂડનીઅભિનેત્રી હુમા કુરેશી તાજેતરમાં તેની ફિલ્મ ‘પાર્ટિશન: 1947’ના પ્રમોશન માટે દિલ્હી પહોંચી હતી. અહીં એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હું એક છોકરી છું, હિન્દુસ્તાની છું અને અહીં પોતાને સંપૂર્ણપણે સલામત અનુભવું છું. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડૉ. હામિદ અન્સારીએ તેમના કાર્યકાળના અંતિમ દિવસે આપેલા ભાષણમાં ભારતમાં લઘુમતીઓ અસુરક્ષિત હોવાનું કહ્યું હતું તેના અનુસંધાને હુમાએ ટિપ્પણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આપણો દેશ આઝાદ થયો તેને 70 વર્ષ પૂરા થયા છે ત્યારે સારા માહોલમાં સકારાત્મક વાતો સારી લાગે. દેશમાં મહિલાઓની સ્વતંત્રતા અંગે હુમાએ જણાવ્યું કે 60 વર્ષમાં સ્થિતિ ઘણી સુધરી છે.

અન્ય સમાચારો પણ છે...