તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આધાર : પ્રાઇવસી સહિત સંબંધિત મુદ્દે 18 19 જુલાઈએ સુનાવણી

આધાર : પ્રાઇવસી સહિત સંબંધિત મુદ્દે 18-19 જુલાઈએ સુનાવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધારકાર્ડસાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર સુપ્રીમકોર્ટના પાંચ જજની બંધારણ બેન્ચ 18 અને 19 જુલાઇએ સુનાવણી કરશે. પ્રાઇવસી એટલે કે અંગતતાના અધિકારના ભંગનો મુદ્દો પણ તેમાં સામેલ રહેશે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરે કહ્યું હતું કે ચર્ચા બે દિવસમાં પૂરી કરી લેવાશે.તમામ પક્ષ તેની તૈયારી કરી લે.

એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને આધારની અનિવાર્યતાને પડકાર આપનાર અરજદાર શ્યામ દીવાનના આગ્રહ પર સીજેઆઈએ બંધારણ બેન્ચની રચના પર સહમતી વ્યક્ત કરી છે. તેમનો આગ્રહ હતો કે બંધારણ પીઠ પર જલદી સુનાવણી શરૂ કરવામાં આવે. બંનેએ સાત જજના સ્થાને પાંચ જજની બેન્ચની રચના કરવા પર સહમતી વ્યક્ત કરી હતી.

સુપ્રીમકોર્ટના ત્રણ જજની બેન્ચે 7 જુલાઇએ કહ્યું હતું કે આધાર સાથે જોડાયેલા જેટલા પણ મુદ્દા આવી રહ્યા છે, તેમનો નિર્ણય નવ જજની મોટી બેન્ચ કરી શકે છે. જોકે, બેન્ચે સ્પષ્ટ કર્યુ હતું કે જજની સંખ્યાનો નિર્ણય સીજેઆઈ કરશે. ગયા મહિને સામાજિક કલ્યાણ યોજનાઓ માટે આધાર ફરજિયાત કરવાના મામલે પણ બે જજની બેન્ચે વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...