તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘શહેરી ખેડૂત’ બનાવવાનો સ્ટાઇલિશ બિઝનેસ

‘શહેરી ખેડૂત’ બનાવવાનો સ્ટાઇલિશ બિઝનેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડા દિવસ પહેલાં અખબારમાંથી એક ચિઠ્ઠી નીકળી, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, શું તમે તમારા માટે જાતે શાકભાજીઓ, ફળ અને ઔષધીઓ પોતાના ટેરેસ ગાર્ડનમાં ઉગાડવા માગો છો? જો તમને ખ્યાલ નથી તો અમે તમને દરેક સવાલના જવાબ ચાર કલાકમાં અને ફક્ત 1000 રૂપિયામાં આપીશું. અમને ત્યાંથી રિટર્ન ગિફ્ટ પણ મળી. એક નાનકડા બાસ્કેટમાં તાજાં મરચાં અને કોથમીર હતી. સાથે ભીંડા, કારેલા, દૂધી અને ઉપરાંત ચેરી ટમેટાં પણ હતાં.

ટેરેસ અથવા બાલ્કની ગાર્ડનના કેટલૉગની લેણ-દેણ મહિલાઓની મુલાકાતમાં આજકાલ નવું પેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. ખાસ કરીને કિટી પાર્ટીઓમાં તો આવું થઇ રહ્યું છે. લીલા શાકભાજીએ શૉઑફની લિસ્ટમાં સાડી અને જ્વલેરીનું સ્થાન લઇ લીધું છે. વાતનો કોઇ ફરક પડતો નથી કે તમારી પાસે કેટલી નાની જગ્યા છે, તમે પણ લીલા-શાકભાજી ઉગાડી શકો છો. નવો ટ્રેન્ડ છે. ફક્ત બેંગલુરુ જેવા ગ્રીન સિટીમાં નહીં હૈદરાબાદ, અમદાવાદ, મુંબઇ અને દિલ્હી જેવાં શહેરોમાં પણ ટ્રેન્ડ જોવા મળે છે.

હૈદરાબાદની હોમ ક્રોપ, બેંગલુરુની ગ્રીન ટેક, મુંબઇની આઇખેતી અને દિલ્હી ઇડિબલ રૂટ્સ જેવી કંપનીઓનો દાવો છે કે આમાંથી દરેકની પાસે ઓછામાં ઓછા 5000 ગ્રાહક છે, જેમણે પોતાની બાલ્કનીને કિચન ગાર્ડનમાં બદલી નાખી છે. ભલે ને પછી ફક્ત 15 સ્કવેર ફૂટનું કેમ હોય.

હોમ ક્રોપે વર્ષે જાન્યુઆરીથી કામ શરૂ કર્યું છે અને તેમનું લક્ષ્ય વર્ષના અંત સુધીમાં અંદાજિત 5000 સ્ક્વેર ફૂટ ટેરેસ ગાર્ડન અથવા બાલ્કની વિકસિત કરવાનું છે. સાથે તેમનો દાવો છે કે તેમની ફોર્મ્યૂલાને કારણે પાણીમાં પણ 70 ટકાની બચત થશે. ગ્રીન ટેક 34 હજાર રૂપિયામાં ટેરેસ ગાર્ડન વેચે છે. તે સુવિધા આપે છે કે તમારે મહિનામાં ફક્ત એકવાર તેમાં પાણી આપવું પડશે. જ્યારે આઇખેતી ખાતર બાબતે માત્ર 2000 રૂપિયામાં કન્સલ્ટન્સી આપે છે. કામ પ્રિયંકા અમર શાહે કૉલેજ પ્રોજેક્ટ તરીકે વર્ષ 2012માં શરૂં કર્યું હતું. આગળ ચાલીને તેમનો બિઝનેસ બની ગયો. એડિબલ રૂટ્સ કન્ટેેનર, બીજ, ખાતર અને જંતુનાશક માટે લોકોને સેવા આપે છે.

ફંડા છે કે, મોટી સોસાયટીમાં ‘છોડથી સીધું પ્લેટ સુધી’ નવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે, પણ આનાથી બિઝનેસનો નવો માર્ગ પણ ખૂલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...