તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વન મહોત્સવ 16મી જુલાઇએ યોજાશે, દસ કરોડ વૃક્ષો વવાશે

વન મહોત્સવ 16મી જુલાઇએ યોજાશે, દસ કરોડ વૃક્ષો વવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારે16મી જુલાઇએ વન મહોત્સવનો આરંભ કરવાનું બુધવારે મળેલી કેબિનેટમાં નક્કી કર્યું છે. વન મહોત્સવના મુખ્ય સમારોહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ ગામે થશે અને તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. પછી 20મી જુલાઇએ એક સાથે તમામ જિલ્લા મથકો પર વન મહોત્સવ થશે. મુખ્યમંત્રીએ વન મહોત્સવ દરમિયાન દસ કરોડ વૃક્ષ વાવવાની હિમાયત કરતા વન વિભાગે તમામ જિલ્લા મથકે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે.

રાજ્ય કેબિનેટની મળેલી બેઠકમાં વન મહોત્સવના આયોજનની વનમંત્રી ગણપત વસાવાએ માહિતી આપી હતી. વખતે રાજ્ય સરકારે મુુખ્ય સમારોહ પછી 7મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન હોવાથી 20મીથી જિલ્લા સ્તરનો વન મહોત્સવ યોજવાનું નક્કી કર્યુ છે.

પાલમાં2200 આદિવાસી શહીદ થયા હતા એટલે વન મહોત્સવ ત્યાં રખાયો: વનમહોત્સવ પાલ ગામમાં રાખવા પાછળના બે કારણો છે, એક તો ત્યાંથી પોલોના જંગલો નજીક છે. બીજું મહત્વનું કારણએ છે કે પાલ ગામમાં વર્ષ 1912માં અંગ્રેજો સામેની લડાઇમાં આશરે 2200 આદિવાસીઓ શહીદ થયા હતા, એટલે ત્યાં લગભગ 12 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ સ્મારકની સ્થાપના કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...