તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિમલા નજીક ભેખડ ધસી પડતાં અનેક વાહનો દટાયાં

શિમલા નજીક ભેખડ ધસી પડતાં અનેક વાહનો દટાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિમલા | શિમલા નજીક શનિવારે ચંદીગઢને જોડતા નેશનલ હાઇવે પર ઓચિંતી ભેખડ ધસી પડવાથી ઘણાં વાહનો દટાયાં હતાં. ઘટનાને પગલે વાહનોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું તથા એક જૂના મંદિરનો કેટલોક હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો હતો. ત્રણ લોકો માટી તળે દબાઈ ગયા હતા જેમને બચાવી લેવામાં આવ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. ભેખડ ધસી પડવાની ઘટનાનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્રણ દિવસથી થઈ રહેલા ભારે વરસાદને કારણે ભેખડ ધસી ગઈ હતી. કારણે રસ્તો બંધ થઈ જતાં સફરજન લઈને આવતી અનેક ટ્રકો અટવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...