• Gujarati News
  • National
  • નિર્ણાયક ટેસ્ટ | ભારતનો આઠ વિકેટે વિજય, ઓસ્ટ્રેલિયા 2 1થી શ્રેણી હાર્યું, રાહુલની શ્રેણીમાં છઠ્ઠી

નિર્ણાયક ટેસ્ટ | ભારતનો આઠ વિકેટે વિજય, ઓસ્ટ્રેલિયા 2-1થી શ્રેણી હાર્યું, રાહુલની શ્રેણીમાં છઠ્ઠી અડધી સદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વનીપ્રથમ ક્રમાંકિત ભારતીય ટીમે નં-2 ઓસ્ટ્રેલિયાને વર્તમાન ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં 2-1થી હરાવીને સતત સાતમી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. ભારતે મંગળવારે ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે આસાનીથી હરાવ્યું હતું. સાથે ભારતે સાતમી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ જીતી હતી. ટેસ્ટ રેન્કિંગમાં આઇસીસીની સમયમર્યાદા સુધી નંબર-1 રહેવાના કારણે ભારતીય ટીમને સાડા કરોડ રૂપિયા તથા એક ગદા આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા 106 રનના લક્ષ્યાંકને ભારતે 23.5 ઓવરમાં બે વિકેટે હાંસલ કરી લીધો હતો. ઓપનર રાહુલે 51 તથા રહાણેએ 38 રન બનાવ્યા હતા. રાહુલે શ્રેણીમાં છઠ્ઠી અડધી સદી પૂરી કરીને મેચની ઔપચારિકતા પૂરી કરી હતી.

રહાણે તથા રાહુલે ત્રીજી વિકેટ માટે અણનમ 60 રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલે જેવો વિજયી રન બનાવ્યો કે ડ્રેસિંગરૂમમાં કોહલી સહિત તમામ ખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠી ગયા હતા. અત્યંત તનાવમાં રમાયેલી શ્રેણીના અંતે બંને ટીમોના ખેલાડીઓએ એકબીજાનું અભિવાદન કર્યું હતું.

ભારતે ઓસી. પાસેથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી છીનવી

શ્રેણીમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરવા બદલ રવીન્દ્ર જાડેજાને મેન ઓફ મેચ અને સિરીઝ જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...