તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડિપ્રેશનથી પ્રભાવિત લોકોના જલદી મૃત્યુ પામવાની આશંકા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિપ્રેશનથી પ્રભાવિત લોકોના જલદી મૃત્યુ પામવાની આશંકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોક્ટરોઅને દર્દીઓન સારવાર કરનારા લોકો માટે માનસિક રોગ- ડિપ્રેશન એક ગુંચવણભરી સમસ્યા છે. ભારે સંખ્યા(લગભગ 16 ટકા અમેરિકી)માં લોકો જીવનમાં કોઈ સમયે ડિપ્રેશનનો ભોગ બને છે પરંતુ લગભગ એક તૃતીયાંશ કેસમાં લોકો પર ડિપ્રેશન વિરોધી દવાઓ(એન્ટી ડિપ્રેસેન્ટ) અને માનસિક ચિકિત્સાના સામાન્ય ઉપચારની અનુકૂળ અસર થતી નથી. ગંભીર ડિપ્રેશનની લાંબા ગાળે લોકોની સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જે લોકો પર ડિપ્રેશનના ઉપચારની અસર થતી નથી તેમની એવા લોકોની તુલનાએ નવ વર્ષ અગાઉ મૃત્યુ પામવાની આશંકા રહે છે જેમનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે. ઉપરાંત એવા લોકોના હૃદય હુમલાથી મોતની આશંકા બમણી હોય છે.

ડિપ્રેશનના ઉપચારના વિકલ્પ ઓછા હોવાથી કેટલાક વિજ્ઞાનીઓએ ગેરપરંપરાગત પદ્ધતિઓ અપનાવી. એક અનપેક્ષિત સ્ત્રોત- કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડને નવી આશા જગાડી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશને 1960માં પીડા નિવારક ગુણને કારણે કેટામાઈનને એનેસ્થેટિક રૂપે મંજૂરી આપી હતી પરંતુ અનેક અભ્યાસમાં જાણવા મળ્યું કે દવા ઝડપી ગતિ અને પ્રભાવશાળી રીતે ડિપ્રેશનની સારવાર કરે છે. કેટામાઈનને ગત 50 વર્ષમાં ડિપ્રેશનના ઉપચારમાં સૌથી રોમાંચક ઘટનાક્રમ ગણવામાં આવ્યું છે. જોકે કેટલાક અન્ય વિશેષજ્ઞ સાવચેત રહેવાની સલાહ આપે છે. મુખ્ય મેડિકલ મેગેઝિન જામા સાઈકિએટ્રીના નવા અંકમાં અમેરિકી સાઈકિએટ્રીક એસોસિએશન(એપીએ) રિપોર્ટમાં કહેવાયું છે કે, પૂરાવા અને લાંબાગાળાની રીસર્ચના અભાવે કેટામાઈનને ડિપ્રેશનના ઉપચાર માટે સંપૂર્ણપણે યોગ્ય માનવામાં આવી શકે તેમ નથી. વિશેષજ્ઞોની એક પેનલનો નિષ્કર્ષ છે કે કેટામાઈનની સકારાત્મક અસર સપ્તાહમાં કેટલાક દિવસ સુધી રહે છે. વિજ્ઞાનીઓએ જાણતાં નથી કે લાંબાગાળા સુધી કેટામાઈન લેવાથી કઈ અસર થાય છે. તે પણ નથી જાણતાં કે જ્યારે દવા લેવાનું બંધ કરી દેવાશે ત્યારે શું થશે અથવા ડિપ્રેશનની સારવાર માટે કયો યોગ્ય ડોઝ છે. લાંબા અભ્યાસના અભાવે ડોક્ટરોએ કેટામાઈનનો ઉપયોગ બંધ નથી કર્યો. અમેરિકામાં હજુ પણ તાજેતરના વર્ષોમાં કેટામાઈન ક્લીનિકમાં વધારો થયો છે. તેનો એક ડોઝ લગભગ 32000 રૂપિયામાં આવે છે. યેલ યુનિવર્સિઠી, મેયો ક્લીનિક અને ક્લીવલેન્ડ ક્લીનિક સહિત અને મુખ્ય મેડિકલ સેન્ટર પણ કેટલાક લોકોને કેટામાઈન આપે છે. યેલ ડિપ્રેશન રિસર્ચ પ્રોગ્રામના ડિરેક્ટર ડો. ગેરાર્ડ સેનાકોરા કહે છે કે કેટલાક અભ્યાસોથી જાણવા મળ્યું કે કેટામાઇન લીધા બાદ ડિપ્રેશનગ્રસ્ત 75 ટકા લોકોની સ્થિતિ એક દિવસમાં ઘણી સુધરી હતી. જોકે એન્ટી ડિપ્રેસેન્ટ દવાઓથી તેનો એટલો ફાયદો અઠવાડિયા બાદ થયો.

કેટામાઈન ખરેખર જોખમભરી દવા છે. કેટામાઈન લીધા બાદ કેટલાક દર્દીઓને હાઈબ્લડ પ્રેશરનો રોગ થઈ ગયો. લાંબાગાળા સુધી તેના ઉપયોગથી સંજ્ઞાન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

જાદુઈ દવા

{ડિપ્રેશનનું ઉપચાર કરતી અનેક દવાઓ વધુ અસરકારક નથી.

{ કેટામાઈનને ગત 50 વર્ષમાં ડિપ્રેશનના ઉપચારમાં સૌથી રોમાંચક ઘટનાક્રમ ગણવામાં આવ્યું છે.

{ અનેક અભ્યાસમાં જાણવા મળ્યું કે કેટામાઈન લેનારા 75 ટકા દર્દીને ફાયદો થયો.

સ્વાસ્થ્ય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો