તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • S.S.C. અને H.S.C.ની પરીક્ષામાં ઓબ્ઝર્વરોની ફેરબદલી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

S.S.C. અને H.S.C.ની પરીક્ષામાં ઓબ્ઝર્વરોની ફેરબદલી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંચાલી રહેલી માર્ચ 2017ની એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ઓબ્ઝર્વરોની મોટાપાયે ફેરબદલી કરાઇ હતી. સંખેડા ખાતે ટી.ડી.ઓ.ના સ્થાને મામલતદાર મુકાયા છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂરો થતાં રેવન્યુ વિભાગના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે મુકાયા છે.

હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં જિલ્લાના બાર પરીક્ષા કેન્દ્રો પર સીધી દેખરેખ રાખી શકાય માટે પરીક્ષા પૂર્વે ઓબ્ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી હતી.પણ એક-બે દિવસમાં ઓબ્ઝર્વરોની ફેરબદલી કરવામાં આવી છે. સંખેડા ખાતેના કેન્દ્ર પર પહેલા તાલુકા વિકાસ અધિકારી જી.સી.નાયકા ઓબ્ઝર્વર તરીકે મુકાયા હતા.પણ તેમને બદલીને તેમની જગ્યાએ સંખેડા મામલતદાર મુકેશભાઇ જોષીને મુકવામાં આવ્યા છે. મુખ્યમંત્રીનો કવાંટ ખાતેનો તા.15મી માર્ચે કાર્યક્રમ હતો.

પરીક્ષા માટે કલેક્ટર દ્વારા ઓબ્ઝર્વરોની મોટાપાયે ફેરબદલી કરાઇ હતી

જિલ્લાના બાર પરીક્ષા કેન્દ્રો પર સીધી દેખરેખ રાખી શકાય તેવો હેતુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો