તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડભોઇમાં ઘાસમાં લપાઇને બેઠેલા સાપે મહિલાને દંશ માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇમાં ઘાસમાં લપાઇને બેઠેલા સાપે મહિલાને દંશ માર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇનાવણાદરા ગામની મહિલા પોતાના ખેતરમાં સાફ સફાઇનુ કામ કરી રહી હતી. ત્યારે અચાનક ખેતરમાં ઘાસમાં લપાઇને બેઠેલા સાપે તેના ડાબા હાથે દંશ મારતાં તે ગભરાઇ ગઇ હતી. તેના પતિને મહિલાએ સાપ કરડ્યાની જાણ કરતાં તેને વડોદરા સયાજીમાં લઈ ગયા હતા. હાલ તેની તબિયત સાધારણ હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવતાં તેના આધારે ડભોઇ પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ડભોઇ તાલુકાના ભીલાપુર પાસે આવેલા વણાદરા ગામે રહેતી 55 વર્ષીય નિલાબેન મોતિસિંહ દિવેરા શનિવારે સવારે વણાદરા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં કચરું સાફ કરતી હતી ત્યારે અચાનક ઘાસમાં છુપાયેલા સાપે તેના ડાબા હાથે દંશ મારતાં તે હતપ્રભ થઈ ગભરાઇ ગઈ હતી. તેણે પોતાના પતિને સાપ કરડ્યા અંગેની જાણ કરતાં પતિ મોતિસિંહ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. હાલ તેની તબિયત સાધારણ જાણવા મળેલ છે.

વડોદરા એસ.એસ.જી ખાતે સારવાર અર્થે લઈ જવાઇ

મહિલા પોતાના ખેતરમાં સાફ સફાઇનુ કામ કરી રહી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો