તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાદરા તાલુકાના દરાપુરા ગામેથી 12 ફૂટ લાંબો મગર ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરા તાલુકાના દરાપુરા ગામેથી 12 ફૂટ લાંબો મગર ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરાસ્ટેશન વિસ્તાર પાસે આવેલા અને દરાપુરાના રહેણાંક વિસ્તારના છેલ્લા ઘણા દિવસોથી મહાકાય મગર હોવાથી વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

અવાર- નવાર મગર વિસ્તારના પશુઓને પણ નિશાન બનાવતો હોવાથી વિસ્તારના લોકોમાં ભયન વાતાવરણ ઉભુ થયું હતું. ત્યારે શુક્રવાર રાત્રે મગર દેખા દેતાં ખેતરના અને વિસ્તારના રહીશોએ પાદરાના પ્રાણી જીવ રક્ષક સંસ્થાના પ્રવિ‌ણ મહારાજનો સંપર્ક કર્યો હતો.

પરંતુ કાર્યકરો આવે તે પહેલા મગર નજીકના વરસાદી કાંસના ગંદા પાણીમાં જતો રહ્યો હતો. જેથી પ્રાણી જીવ રક્ષકના કાર્યકરો અને તેઓની ટીમ સાથે સ્થાનિકોની મદદથી અને બે કલાકની ભારે જહેમત બાદ મગરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. મગર પકડાઇ જતાં સ્થાનિકોમાં હાશકારો થયો હતો. હજુ પણ વિસ્તારમાં અનેક મગરો હોવાનું જાણવા મળે છે.

પાદરાના દરાપુરા ગામેથી જીવ રક્ષકના કાર્યકરો અને તેઓની ટીમ સાથે સ્થાનિકોની મદદથી અને બે કલાકની ભારે જહેમત બાદ મગરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ,

પાદરાના દરાપુરા પંથકમાંથી પકડાયેલ મહાકાય મગર

જીવ રક્ષક કાર્યકરો અને સ્થાનિકોની મદદથી મગર પકડાયો

મહાકાય મગર હોવાથી વિસ્તારના લોકો ભયમાં રહેતા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો