તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 19મીએ સુરતમાં યોગીચોક ખાતે યોજાનારી અનામત મંથન મહાસભાને રદ કરવી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19મીએ સુરતમાં યોગીચોક ખાતે યોજાનારી અનામત મંથન મહાસભાને રદ કરવી પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસ ભાજપનો હાથો બનીને લોકશાહીને બદલે ઠોકશાહી રીતે વર્તે છે : પાસ

ભાજપના વિજયોત્સવને મંજૂરી આપી પણ પાસના કાર્યક્રમો મંજૂરી અપાતાં પાસનો નિર્ણય

પાસ સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાએ પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતુ કે યુપીમાં ભાજપનો વિજય થયો તેને ધ્યાને રાખીને વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તેને પોલીસ વિભાગે મંજુરી આપી છે. જ્યારે પાસ સમિતિએ પુણા યોગીચોક ખાતે જાહેરસભાની મંજુરી નહીં આપીને ભાજપનો હાથો બનીને રીતનો પ્રયાસ કરી રહી છે. તેની સામે આગામી દિવસોમાં પાસ સમિતિ વિરોધ પ્રદર્શન પણ કરશે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્યવાહી કરવાને બદલે લોકશાહી પ્રણાલી પ્રમાણે પોતાનુ વર્તન કરવુ જોઇએ. ઉપરાંત અલ્પેશ કથીરીયાએ જણાવ્યુ હતુ કે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓની પરીક્ષાને ધ્યાને રાખીને સુરતના પુણા યોગીચોકની અનામત મંથન મહાસભાને મંજુરી આપી નહીં હોવાના કારણે પાસ સમિતિએ સભા નહીં કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે સોશિયલ મિડીયામાં અનામત મંથન મહાસભાના ખોટા મેસેજ નહીં જાય તે માટે સભાને હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં નવી રણનિતી તૈયાર કરીને કાર્યક્રમો આપવામાં આવશે.

પાસના આગેવાનો ચોથી વખત પાણીમાં બેઠા

(1) તા. 5મી માર્ચે યોગીચોકમાં જાહેરસભા કરવાની વાત કરી હતી, તે વખતે પોલીસે મંજૂરી આપતાં કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

(2) પૂણા પોલીસ મથકને ઘેરવાની વાત કરી હતી. જે પડતી મૂકી હતી.

(3) નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના સત્કાર સમારંભમાં તોફાનો કરાવવાની વાત વખતે પણ પાસના આગેવાનો નિષ્ફળ રહ્યા હતા.

(4) 19મીએ યોગીચોકમાં હાર્દિકની સભાની મંજુી મળતાં રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો