તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ~ 4 કરોડના ખર્ચે તૈયાર થયેલું વીર સાવરકર ભવન 5 વર્ષથી ધૂળ ખાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

~ 4 કરોડના ખર્ચે તૈયાર થયેલું વીર સાવરકર ભવન 5 વર્ષથી ધૂળ ખાય છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુનિ.ની કોમર્સ ફેકલ્ટી તથા યુજીસીની ગ્રાન્ટમાંથી કોમર્સ ફેકલ્ટી તથા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ગર્લ્સ કોલેજ કેમ્પસમાં આવેલ જગ્યામાં બિલ્ડિંગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. નવા બિલ્ડિંગ માટે કોમર્સ ફેકલ્ટીએ પોતાના ફંડમાંથી રૂપિયા 3 કરોડની રકમ ફાળવી હતી. જ્યારે યુજીસીએ રૂપિયા 1 કરોડની ગ્રાન્ટ આપી હતી. બંનેની ગ્રાન્ટ મળીને રૂપિયા 4 કરોડના ખર્ચે 20 હજાર સ્કવેર ફૂટમાં વીર સાવરકર ભવન તૈયાર કરવામાં આવ્યું હતું. વીર સાવરકર ભવન તૈયાર થતાં તત્કાલીન વીસી પ્રો. યોગેશ સિંઘ અને કોમર્સ ફેકલ્ટીના તત્કાલીન ડીન તથા હાલના વીસી પ્રો.પરિમલ વ્યાસની અધ્યક્ષતામાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજીને 16મી જૂન, 2014માં તત્કાલીન શિક્ષણમંત્રી વસુબહેન ત્રિવેદીએ ખુલ્લું મૂક્યું હતું. જોકે તે પછી બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બિલ્ડિંગને તૈયાર કરવામાં લાગેલાં બીજાં બે વર્ષ ગણીએ તો પાંચ વર્ષથી બિલ્ડિંગ ધૂળ ખાય છે. બિલ્ડિંગની હાલત બિસમાર બની રહી છે. બિલ્ડિંગની અંદર જાળાં જામવા લાગ્યાં છે. બિલ્ડિંગની દીવાલો પર ધૂળ જામી છે. બિલ્ડિગ તોતિગ હાથી સમાન બની ગયું છે. બિલ્ડિંગને કોમર્સ ફેકલ્ટીને હજી સુધી ફાળવવામાં આવ્યું નથી. ખુદ હાલના વીસી પ્રો. પરિમલ વ્યાસ તે વખતે ડીન હતા. તેમને ખબર છે કે કોમર્સ ફેકલ્ટીને બિલ્ડિંગની કેટલી જરૂર છે, છતાં આજે વીસી બની દોઢ વર્ષથી વધુનો સમય વિતવા આવ્યો છતાં બિલ્ડિંગની ફાળવણી કરાઇ નથી. બિલ્ડિંગ ફાળવી આપવા માટે અનેક વખત કોમર્સ ફેકલ્ટીના ડીન તથા અધ્યાપકોએ પણ યુનિ.ના હાલના વીસી પ્રો. પરિમલ વ્યાસને રજૂઆતો કરી છતાં પણ કોઇ પગલાં લેવાયાં નથી. યુનિવર્સિટીના વીસી દ્વારા કોઇ પગલાં લેવાતાં યુનિ.ના શૈક્ષણિક જગતમાં બિલ્ડિંગ ઉભાં કરીને પૈસા વેડફવાનો નવો વિવાદ ઉભો થયો છે.

ાા

વર્ષ 2014માં તત્કાલીન શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો