તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બોરસદમાં ફટાકડાંના 33 વેપારીના પરવાના રદ્દ કર્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોરસદમાં ફટાકડાંના 33 વેપારીના પરવાના રદ્દ કર્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોરસદશહેર ફટાકડાં બનાવવામાં પ્રખ્યાત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં ગૃહ ઉદ્યોગની જેમ ઘરે ઘરે ફટાકડાં બની રહ્યાં હતાં. તેમાં વિસ્ફોટક સામગ્રીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાના કારણે દૂર્ઘટના થાય તેવો ભય ઊભો થયો હતો. સંદર્ભે તાજેતરમાં સર્વે બાદ બોરસદ પ્રાંતે 33 પરવાના રાતોરાત રદ્દ કરી દીધા છે, જ્યારે ગેરકાયદે ચાલતા કારખાના પણ બંધ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરમાં બે માસ પહેલા ફટાકડાંની દુકાનમાં આગ લાગતાં એક યુવક ભડથું થઇ ગયો હતો. ઘટના બાદ જિલ્લાભરના ફટાકડાના પરવાનેદારોનો સર્વે હાથ ધરવા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. તેમાંય બોરસદ શહેર ફટાકડાં બનાવવામાં મશહુર છે. જેથી બોરસદ પ્રાંતે ગંભીરતાથી સર્વેની કામગીરી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ભીડભાડવાળા રહેણાંક ગીચ વિસ્તારમાં મોટા પરવાનેદારો જોવા મળ્યાં હતાં. કેટલાંક કિસ્સામાં નીચે ફટાકડાંની દુકાન અને ઉપર રહેણાંક વિસ્તાર જોવા મળ્યો હતો. તદ્દન અડીને પણ રહેણાંકના મકાનો આવેલાં છે. આથી, ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના બને તે માટે પ્રાંતે 33 જેટલાં પરવાના રદ્દ કરી દેતાં ખળભળાટ મચી ગયો છે.

પરવાનેદારોને દિવાળીના સમયે દુકાનને રહેણાંક વિસ્તારથી બહાર અન્યત્ર ખસેડવા જણાવ્યું હતું. પરંતુ વેપારીઓએ તહેવાર બાદ નિશ્ચિતરૂપે દુકાન અન્યત્ર શીફ્ટ કરી દેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ જાન્યુઆરીમાં સર્વે દરમિયાન કોઇ સુચનાની અમલવારી કરી હતી. આમ, ચારથી પાંચ મહિનાનો સમય આપ્યા બાદ પણ દુકાનદારોએ આગ, અકસ્માત રોકવા જવાબદારી ભર્યા પગલાં લેવામાં આવ્યાં નહતાં. આથી, પ્રાંત અધિકારીએ 33 પરવાના રદ્દ કરી દીધાં હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે ઉપરાંત દેશી બોમ્બ પણ બનતાં હોવાના કિસ્સા બહાર આવ્યાં છે. એક કેસમાં બોમ્બ ફૂટતાં બાળકીનું મોત પણ થયું હતું. ઉપરાંત કેટલાક કિસ્સામાં મિલકતોને નુકશાન પણ થયું હતું.

દુર્ધટનાને ટાળવા તંત્રે પગલું ભર્યાનું જણાવ્યું

ગૃહ ઉદ્યોગની જેમ કારખાના શરૂ થયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો