તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 19મીએ સુરતમાં અનામત મંથન મહાસભા રદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

19મીએ સુરતમાં અનામત મંથન મહાસભા રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ-10અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખીને પુણા યોગીચોક ખાતે યોજાનારી અનામ મંથન મહાસભા યોજવાની પરવાનગી પોલીસે નહીં આપતા આજે પાસના કન્વીનરોએ પોલીસ ભાજપનો હાથો બનીને લોકશાહીમાં ઠોકશાહી તરીકે વર્તી રહી હોવાનો પત્રકાર પરીષદમાં આક્ષેપ કર્યો છે. તેમજ આગામી દિવસોમાં ભાજપના યોજાનારા કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારી બતાવી છે.

પાસ સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાએ પત્રકાર પરીષદમાં જણાવ્યુ હતુ કે યુપીમાં ભાજપનો વિજય થયો તેને ધ્યાને રાખીને વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. તેને પોલીસ વિભાગે મંજુરી આપી છે. જ્યારે પાસ સમિતિએ પુણા યોગીચોક ખાતે જાહેરસભાની મંજુરી નહીં આપીને ભાજપનો હાથો બનીને રીતનો પ્રયાસ કરી રહી છે. તેની સામે આગામી દિવસોમાં પાસ સમિતિ વિરોધ પ્રદર્શન પણ કરશે. જ્યારે પોલીસે પણ ભાજપનો હાથો બનીને કાર્યવાહી કરવાને બદલે લોકશાહી પ્રણાલી પ્રમાણે પોતાનુ વર્તન કરવુ જોઇએ. ઉપરાંત અલ્પેશ કથીરીયાએ જણાવ્યુ હતુ કે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓની પરીક્ષાને ધ્યાને રાખીને પુણા યોગીચોકની અનામત મંથન મહાસભાને મંજુરી આપી નહીં હોવાના કારણે પાસ સમિતિએ સભા નહીં કરવાનો નિર્ણય કર્યો છે. કારણ કે સોશિયલ મિડીયામાં અનામત મંથન મહાસભાના ખોટા મેસેજ નહીં જાય તે માટે સભાને હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં નવી રણનિતી તૈયાર કરીને કાર્યક્રમો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો