• Gujarati News
  • National
  • કુલદીપની સ્પિન સામે વિન્ડીઝની શરણાગતિ

કુલદીપની સ્પિન સામે વિન્ડીઝની શરણાગતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતેવિન્ડીઝ સામેની બીજી વન-ડેમાં 310 રન બનાવ્યા હતા. સાથે ભારતે 96મી વખત 300 પ્લસનો સ્કોર નોંધાવ્યો છે અને તે હવે વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વખત 300 કે તેથી વધુ રન નોંધાવનાર વિશ્વની પ્રથમ ટીમ બની ગઇ છે.

ઓસ્ટ્રેલિયાનોરેકોર્ડ તોડ્યો | વન-ડેમાંસર્વાધિક વખત 300 પ્લસના રેકોર્ડના મામલે ભારતે હવે ઓસ્ટ્રેલિયાને પાછળ રાખી દીધું છે. ઓસ્ટ્રેલિયો 95 વખત 300 કરતાં વધારે સ્કોર નોંધાવ્યો હતો. મામલે સાઉથ આફ્રિકા (77), પાકિસ્તાન (68), શ્રીલંકા (62), ઇંગ્લેન્ડ (57) તથા ન્યૂઝીલેન્ડ 51 વખત 300 કરતાં વધારેનો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી.

વેસ્ટઇન્ડીઝ સામે સર્વશ્રેષ્ઠ વિજય | બીજીવન-ડેમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે સર્વશ્રેષ્ઠ વિજય હાંસલ કરવાનો રેકોર્ડ સર્જ્યો હતો. ભારતે 105 રનથી વિજય હાંસલ કર્યો હતો અને રનના માર્જિનથી કેરેબિયન ટીમ સામે ભારતનો સર્વશ્રેષ્ઠ વિજય રહ્યો છે. પહેલાં 2013માં ભારતે વિન્ડીઝને 102 રનથી હરાવ્યું હતું.

બીજી વન-ડે | ભારતે વિન્ડીઝને 105 રનથી હરાવ્યું, શ્રેણીમાં 1-0થી આગળ, રહાણે મેન ઓફ મેચ