તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મલ્ટિલેવલ માર્કેટિંગ, મની સર્ક્યુલેશન સ્કીમ પર પ્રતિબંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલ્ટિલેવલ માર્કેટિંગ, મની સર્ક્યુલેશન સ્કીમ પર પ્રતિબંધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકારેપોન્ઝી સ્કીમથી લોકોને છેતરાતા બચાવવા માટે પોન્ઝી યોજના અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં તેણે પિરામિડ સ્ટ્રક્ચર અને મની સર્ક્યુલેટિંગ સ્કીમ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડાયરેક્ટ સેલિંગ ગાઇડલાઇન્સ 2016 ખાદ્ય તેમજ ગ્રાહકો બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને રજૂ કરી હતી. તેનો અમલ કરવા માટે તેને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી આપવામાં આવી છે.ખોટા લોકો દ્વારા સ્કીમની શરૂઆત થતી રોકવા માટે સરકારે ગાઇડલાઇનમાં ડાયરેક્ટ સેલિંગ અને પિરામિડ સ્ટ્રક્ચર તેમજ મની સર્ક્યુલેટિંગ સ્કીમ વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી નાખી છે જેથી પ્રકારની યોજનામાં છેતરપિંડી આચરવામાં આવે તો તપાસ એજન્સીઓને તેનો ખ્યાલ આવી શકે.

ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ શરૂ કરવા માટે ગાઇડલાઇનમાં અનેક શરતો મૂકવામાં આવી છે કે જેનો અમલ 90 દિવસમાં કરવાનો રહેશે. જેમાં ડાયરેક્ટ સેલિંગ કંપનીઓએ પોતાની કાયદેસરતાની નોંધણી કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો