તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઈદના કારણે કાશ્મીરમાં 72 કલાક ઈન્ટરનેટ, મોબાઈલ બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈદના કારણે કાશ્મીરમાં 72 કલાક ઈન્ટરનેટ, મોબાઈલ બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાબે મહિનાથી અશાંતિમાં જીવી રહેલા કાશ્મીરમાં આગામી 72 કલાક માટે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ રાખવામાં આવશે. મહેબૂબા સરકારે બકરી ઈદને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તે પછી બકરી ઈદ એટલે કે મંગળવારે તમામ 10 જિલ્લામાં કરફ્યૂ લાગુ કરવાનો તેમજ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ કરવાનો આદેશ અપાયો છે. કરફ્યૂ દરમિયાન સર્વેલન્સ માટે હેલિકોપ્ટર અને ડ્રોનથી નજર રાખવામાં આવશે.

ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવા પર પ્રતિબંધ સોમવારથી લાગુ કરવામાં આવ્યો છે. પ્રતિબંધ શ્રીનગર, ગાંદરબલ, કુપવાડા, બારામુલા, બડગામ, શોપિયાં, કુલગામ, પુલવામા અને અનંતનાગમાં લાગુ કરાયો છે. માટે બીએસએનએલ અને પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્રદેશમાં આતંકી બુરહાન વાણીને ઠાર મરાયા બાદ આઠ જુલાઈથી મોબાઈલ સેવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રતિબંધ વચ્ચે વચ્ચે આંશિક રીતે હટાવવામાં આવ્યો છે .

પૂંચમાં સોમવારે પણ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર

પૂંચમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે રવિવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર સોમવારે પણ ચાલુ રહ્યું હતું. સૈન્યએ એક ઘરમાં ઘૂસી બીજા આંતકીને ઠાર માર્યો હતો. દિવસે મિની સેક્રેટિરિએટથી સાંજે ચાર વાગ્યા સુધી ફાયરિંગ ચાલુ રહ્યું હતું. ડીઆઈજી રાજૌરી પૂંચ રેન્જ જાની વિલિયમે જણાવ્યું હતું કે, સૈન્યએ મોડી રાતે અભિયાન રોકી દીધુ હતું પરંતુ સેક્રેટિરિએટમાંથી કોઈ મૃતદેહ મળ્યો નહોતો. આથી મંગળવારે પણ અભિયાન ચાલુ રાખવામાં આવશે. પ્રદેશમાં બે દિવસમાં આઠ આતંકી ઠાર મારવામાં આવ્યા છે જ્યારે એક પોલીસ કર્મચારી શહીદ થયો છે.

મુફ્તીએ સુરક્ષાની સમીક્ષા કરી, 10 જિલ્લામાં કર્ફ્યુ લદાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો