તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દીપા મલિકે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપા મલિકે સિલ્વર મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દીપામલિકે રિયો પેરાલિમ્પિકની શોટપુટ એફ-53 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. દીપા પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. દીપાએ 4.61 મીટર શોટપુટ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. તેના પ્રયત્નોમાં સર્વક્ષેષ્ઠ હતું. તે સિવાય બેહરીનની ફાતેમા નેધમે 4.76 મીટરના થ્રો સાથે ગોલ્ડ તેમજ ગ્રીસની દીમિત્રા કોરોકીડાએ 4.28 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ઉલ્લેખનીય છે કે રિયો પેરાલિમ્પિકમાં ભારતનો ત્રીજો મેડલ છે. પહેલા ઉંચી કૂદમાં 1 ગોલ્ડ, 1 બ્રોન્ઝ ભારતે જીત્યો હતો. મરિયપ્પન થાંગાવેલુએ ગોલ્ડ તેમજ વરુણ ભાટીએ બ્રોન્ઝ જીત્યો હતો. 45 વર્ષીય દીપાનું અડધું શરીર લકવાગ્રસ્ત છે. તેનો સ્પાઈનલ ટ્યુમરનો ઈલાજ પણ થઈ ચૂંક્યો છે. દીપા જ્વેલિન થ્રો અને સ્વિમિંગ પણ કરે છે. વિમેન્સ જ્વેલિન થ્રોમાં દીપા એશિયાની રેકોર્ડધારક છે. સ્વિમિંગમાં તેના બનાવેલા રેકોર્ડ લિમકા બુકમાં સ્થાન પામેલા છે. દીપા પેરાલિમ્પિકના 56 વર્ષના ઈતિહાસમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે.

કેન્સર સામેની લડાઇમાં દીપાને 14 વર્ષમાં 183 ટાંકા આવ્યા છે

રિયોપેરાલિમ્પિકની શોટપુટમાં સિલ્વર જીતનાર દીપા કમરમાં ટ્યૂમર થવાના કારણે લકવો થયો હતો અને તે 14 વર્ષના ગાળામાં શોલ્ડર બ્લેડ્ઝની વચ્ચે 183 ટાંકા લગાવી ચૂકી છે. તે ત્રણ વખત સ્પાઇનલ ટ્યૂમર સર્જરી પણ કરાવી ચૂકી છે. લકવાગ્રસ્ત થયા બાદ દીપાએ હિમાલયન રેલીમાં પણ ભાગ લીધો હતો અને તેણે 8 દિવસ 1700 કિલોમીટર દૂર માઇનસ ડિગ્રી તાપમાનમાં પસાર કર્યા હતા. ઓક્સિજનની ઉણપ હોવા છતાં દીપાએ હિમાલય, લેહ, જમ્મૂ તથા શિમલાની પર્વતમાળા વચ્ચે સફર કરી હતી.દીપા 2014ની એશિયન પેરાલિમ્પિકમાં પણ સિલ્વર મેડલ જીતી ચૂકી છે. દીપા માત્ર શોટપુટ નહીં, ઇન્ટરનેશનલ સ્વિમર તથા હિમાલયન બાઇકર પણ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો